ભારતના પ્રખ્યાત ફેશન ડિઝાઇનર વેન્ડેલ રોડ્રિક્સ હવે આપણી વચ્ચે નથી રહ્યાં. તેઓ 60 વર્ષના હતા. એક અહેવાલ અનુસાર, વેન્ડેલનું નિધન ગોવામાં થયું હતું. વેન્ડેલ રોડ્રિક્સનો જન્મ ગોવામાં 28 મે, 1960 ના રોજ થયો હતો, પરંતુ તેઓમોટા થયા મુંબઈમાં. કેથોલિક ગોઅન પરિવારમાં જન્મેલા, વેન્ડેલે ફેશન ડિઝાઇનમાં પોતાની કારકિર્દી બનાવી હતી. તેણે ગાર્ડન વરેલી, લેક્મે કોસ્મેટિક્સ અને ડીબીયર્સ માટે ડિઝાઇનર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી.
Fashion designer Wendell Rodricks passes away in Goa. (file pic) pic.twitter.com/fAZDmDd5sC
— ANI (@ANI) February 12, 2020
આપને જણાવી દઈએ કે, વર્ષ 2014 માં, તેમને ભારત સરકાર દ્વારા સર્વોચ્ચ નાગરિક એવોર્ડ પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ફેશન ડિઝાઇનર હોવા સાથે, વેન્ડેલ એક લેખક, પર્યાવરણીય સંરક્ષક તેમજ ગે રાઇટ્સને ટેકો આપવા માટે જાણીતા હતા.
Shocked to hear about the untimely demise of Wendell Rodricks, one of India’s most renowned designers. My heartfelt condolences to his loved ones. May his soul rest in peace 🙏
— Smriti Z Irani (@smritiirani) February 12, 2020
કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ વેન્ડેલ રોડ્રિક્સના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું, “વેન્ડેલ રોડ્રિક્સના મૃત્યુથી હું ચોંકી ગઈ છું.” ‘વેન્ડેલ રોડ્રિક્સ ભારતના પ્રખ્યાત ફેશન ડિઝાઇનર હતા. આ દુખની ઘડીમાં હું તેના પરિવાર સાથે છું. તેમના આત્માને શાંતિ મળે. ”આપને જણાવી દઈએ કે, વેન્ડેલ પણ બે ફિલ્મોમાં જોવા મળી ચુક્યા છે, જેમાં‘ બૂમ ’અને‘ ફેશન ’ના નામનો સમાવેશ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
