મુંબઇ,
ઐશ્વર્યા રાય બચ્ચનની દીકરી આરાધ્યા બચ્ચનનું નામ ફેમસ સ્ટાર કિડ્સની લિસ્ટમાં શામિલ છે. તાજેતરમાં આરાધ્યાનો ફોટો આમીર ખાનના લિટલ ચેમ્પ આઝાદ ખાન સાથે વાયરલ થઇ રહ્યો છે. રિયલમાં આ તસ્વીર આરાધ્યા અને આઝાદની સ્કુલમાં થયેલ એક પ્રોગ્રામની છે. જ્યાં બંનેએ એક નાટકમાં સીતા-રામની ભૂમિકા ભજવી હતી.
https://twitter.com/AbhiAsh_IndoFc/status/1061448589245734912
મળતા અહેવાલ મુજબ ઐશ્વર્યા રાય-અભિષેક બચ્ચનની પુત્રી આરાધ્યા અને આમિર ખાનનો પુત્ર આઝાદ ખાન ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને ત્યાં થોડા દિવસો પહેલા દશેરાના તહેવાર પર એક ઇવેન્ટ રાખવામાં આવી હતી. આ સમય દરમિયાન સ્કુલના બાળકોએ ઘણા નાટકોમાં અભિનય કર્યો હતો અને એક નાટકમાં આરાધ્યા અને આઝાદે સીતા અને રામની ભૂમિકા પણ ભજવી હતી. ફેન ક્લબ એકાઉન પર આ ફોટાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ બંને બાળકો આ તસ્વીરોમાં ટ્રેડીશનલ ડ્રેસમાં જોવા મળી રહ્યા છે.
https://twitter.com/AbhiAsh_IndoFc/status/1061324187644551168
આપને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર આરાધ્યા અને આઝાદનો એક પ્રેકટીસ વીડીયો પણ વાયરલ થઇ રહ્યો છે. આ વીડીયોમાં બંને રિહર્સલ કરતા જોવા મળી રહ્યા છે.
