Not Set/ હવે ઓનલાઈન દવા વેચવાનાં બિઝનસમાં ઉતરશે મુકેશ અંબાણી

  કોરોનાકાળમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે તેના વ્યવસાયમાં ખૂબ વિકાસ કર્યો છે, છેલ્લા કેટલાક મહિનાઓમાં કંપનીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે અને કંપનીનાં માલિક મુકેશ અંબાણી વિશ્વનાં 5 માં સૌથી ધનિક લોકોની યાદીમાં જોડાયા હતા. જો કે હાલમાં તેમનું સ્થાન 7 માં ક્રમે પહોંચી ગયુ છે. એક પછી એક ઘણી મોટી કંપનીઓએ રિલાયન્સમાં રોકાણ કર્યું, જેના […]

Uncategorized Business
 

કોરોનાકાળમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે તેના વ્યવસાયમાં ખૂબ વિકાસ કર્યો છે, છેલ્લા કેટલાક મહિનાઓમાં કંપનીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે અને કંપનીનાં માલિક મુકેશ અંબાણી વિશ્વનાં 5 માં સૌથી ધનિક લોકોની યાદીમાં જોડાયા હતા. જો કે હાલમાં તેમનું સ્થાન 7 માં ક્રમે પહોંચી ગયુ છે. એક પછી એક ઘણી મોટી કંપનીઓએ રિલાયન્સમાં રોકાણ કર્યું, જેના કારણે રિલાયન્સની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે અને તે દેવામુક્ત કંપની બની ગઈ છે. હવે રિલાયન્સે મોટી ઓનલાઇન ફાર્મસી કંપની નેટમેડ્સમાં મોટું રોકાણ કર્યું છે.

રિલાયન્સે નેટમેડ્સમાં 6.2 અબજ રૂપિયાનું રોકાણ કર્યું છે. અગાઉ, એમેઝોને ભારતમાં દવાઓ વેચવા માટે ઓનલાઇન સેવા શરૂ કરવાની ઘોષણા કરી હતી, ત્યારબાદ રિલાયન્સે મોટો સોદો કર્યો હતો. રિલાયન્સ દ્વારા કહેવામાં આવ્યું છે કે, અમારું 60 ટકા રોકાણ વિટાલિક હેલ્થ પ્રા.લિ.માં છે અને 100 ટકા તેની માલિકીનો હક તેની સહયોગી કંપનીમાં છે. આપને જણાવી દઈએ કે, વિતાલિક અને તેનાથી સંબંધિત કંપનીઓ નેટમેડ્સ તરીકે ઓળખાય છે, જેની શરૂઆત 2015 માં થઈ હતી.

ઉલ્લેખનીય છે કે, કોરોના સંકટ દરમિયાન ઓનલાઇન ખરીદીનું વલણ નોંધપાત્ર રીતે વધ્યુ છે. જેના કારણે એમેઝોન, વોલમાર્ટની માલિકીની કંપની ફ્લિપકાર્ટ, રિલાયન્સ ગ્રોસરી સેવા, જિઓ માર્ટ દ્વારા ઓનલાઇન શોપિંગની વિશાળ શ્રેણી શરૂ કરી છે. જો કે, ભારતમાં ઓનલાઇન દવાનાં વેચાણ માટે નિયમો હજુ નક્કી થયા નથી. પરંતુ ભારતમાં ઓનલાઇન દવા વેચતી કંપનીઓ મેડલાઇફ, નેટમેડ્સ, ફાર્મેઈજી, ઇ-ફારેસીઝ, 1 એમજી એ દેશમાં જે રીતે આગળ વધી છે, ત્યારબાદ એવું માનવામાં આવે છે કે, ટૂંક સમયમાં ભારતમાં ઓનલાઇન દવા વેચવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.