દેશમાં જનતા પહેલા જ કોરોનાનાં કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનથી હેરાન થઇ હતી, જે દરમિયાન ઘણી મોટી સંખ્યામાં લોકોએ પોતાની નોકરી ગુમાવી છે. ત્યારે બીજી તરફ જનતા સામે મોંઘવારી એક મોટો પ્રશ્ન બની ગયો છે. જણાવી દઇએ કે, આજે 18 માં દિવસે ડીઝલનાં ભાવમાં વધારો થયો છે.
તાજેતરમાં જનતાને મોંઘવારીથી કોઈ રાહતની આશા દેખાઇ રહી નથી. આજે 18 માં દિવસે પેટ્રોલનાં ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ ડીઝલની કિંમતમાં ચોક્કસપણે વધારો થયો છે. આ વધારાની કિંમતે પેટ્રોલ કરતા ડીઝલ મોંઘુ થઇ ગયુ છે. આવુ પહેલીવાર થયુ છે જ્યારે પેટ્રોલ કરતા ડીઝલ મોંઘુ બન્યું છે. છેલ્લા 18 દિવસમાં ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર રૂ.10.48 નો વધારો થયો છે જ્યારે પેટ્રોલ પણ 8.50 રૂપિયા મોંઘુ થઈ ગયું છે.
Petrol and diesel prices at Rs 79.76/litre (no increase) and Rs 79.88/litre (increase by Rs 0.48), respectively in Delhi today. pic.twitter.com/ojKPS2XzfU
— ANI (@ANI) June 24, 2020
આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા 18 દિવસથી ક્રૂડ ઓઇલની કિંમત બેરલ દીઠ 35-40 ડોલર પ્રતિ બેરલની વચ્ચે છે. પરંતુ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં સામાન્ય માણસને તે મુજબ રાહત મળી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
