Not Set/ આમીર ખાન સાથેના અફેયરની ચર્ચાઓ પર ‘દંગલ ગર્લ’ ફાતિમાએ તોડ્યું મૌન

મુંબઇ, ફિલ્મ ‘દંગલ’થી બોલિવૂડમાં ગ્રાન્ડ ડેબ્યુ કરનાર ફાતિમા સના શેખ અને આમીર ખાનના અફેયરના ન્યુઝ ઘણા સમયથી ચર્ચામાં છે. જો કે આ મામલે બંને સ્ટાર્સે ક્યારેય કશું કહ્યું નથી, પરંતુ તાજેતરમાં ફાતિમાએ આ બાબત પર મૌન તોડ્યું છે. એક ઇન્ટરવ્યુમાં જ્યારે ફાતિમાને આમીર ખાન સાથેની વધતી નિકટતા અને અફેયર વિશે પૂછવામાં આવ્યું, તો તેણે કહ્યું, […]

Uncategorized
yu આમીર ખાન સાથેના અફેયરની ચર્ચાઓ પર 'દંગલ ગર્લ' ફાતિમાએ તોડ્યું મૌન

મુંબઇ,

ફિલ્મ ‘દંગલ’થી બોલિવૂડમાં ગ્રાન્ડ ડેબ્યુ કરનાર ફાતિમા સના શેખ અને આમીર ખાનના અફેયરના ન્યુઝ ઘણા સમયથી ચર્ચામાં છે. જો કે આ મામલે બંને સ્ટાર્સે ક્યારેય કશું કહ્યું નથી, પરંતુ તાજેતરમાં ફાતિમાએ આ બાબત પર મૌન તોડ્યું છે.

એક ઇન્ટરવ્યુમાં જ્યારે ફાતિમાને આમીર ખાન સાથેની વધતી નિકટતા અને અફેયર વિશે પૂછવામાં આવ્યું, તો તેણે કહ્યું, ‘આ બહુ વિચિત્ર વાત છે. એકવાર મારી માતા ટીવી જોઈ રહી હતી અને તેણે મને બતાવ્યું કે મારો ફોટો ટીવી પર આવી રહ્યો છે. ચેનલ પર જે પ્રકારના સમાચાર ચાલી રહ્યા હતા તેને જોઈને હું ખૂબ ડિસ્ટર્બ થઇ ગઈ. તે સમય મને લાગ્યું કે પહેલા મારે પોતાને સમજાવવાની જરૂર છે. પરંતુ હવે મને એવું લાગે છે. હવે મને સમજાવવાની જરૂર નથી. મને લાગે છે કે તમે જે પણ કરશે લોકો તમારા વિશે ચોક્કસપણે બોલશે. લોકોનું કામ છે બોલવાનું તેઓ બોલશે. પરંતુ તેનથી મારે પ્રભાવિત થવાનું નથી.’

આપને જણાવી દઈએ કે ફાતિમાનું નામ આમીર ઉપરાંત તેનો ઓનસ્ક્રીન ભાઈનું પાત્ર ભજવનારા અપાર શક્તિ સાથે પણ જોડાય ચુક્યું છે. આ પર ફાતિમાએ કહ્યું કે ‘તેઓ બંને ખૂબ જ સ્પેશિયલ લોકો છે. મને તેમની સાથે કોઈ પણ પ્રકારના લિંક અપ્સના સમાચારથી પ્રભાવિત થવાની કોઈની જરૂર નથી. ‘

તમે જાણતા જ હશો કે ફાતિમા  આમીરની ફિલ્મ ‘દંગલ’ અને ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ માં જોવા મળી ચુકી છે. અહેવાલોનું માનવામાં આવે તો આમીર ટૂંક સમયમાં એક નવી ફિલ્મ બનાવા જઈ રહ્યા છે જેમાં ફાતિમા હિરોઇન તરીકે જોવા મળશે.