કોમેડિયન કપિલ શર્માના ઘરે પુત્રીનો જન્મ થયો છે. કપિલ અને ગિન્નીના ઘરે નાની પરી આવી છે. પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્માએ ટ્વીટ કરીને આ માહિતી સોશિયલ મીડિયા પર આપી છે. કપિલે ટ્વિટ કરતાં લખ્યું કે, દીકરી પામીને પોતાને ધન્ય મહેસૂસ કરી રહ્યો છું. તમારા બધાના આશીર્વાદ માંગુ છું. આપ સૌને પ્રેમ. જય માતા દી
જયારેથી કપિલે આ ટ્વિટ શેર કર્યું છે ત્યારથી તમામ લોકો કપિલને અભિનંદન પાઠવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેના ચાહકો તેમને ખૂબ પ્રેમ આપી રહ્યા છે. ચાહકો ઉપરાંત હસ્તીઓ પણ તેમને અભિનંદન પાઠવી રહ્યા છે. ગુરુ રંધાવા લખ્યું, અભિનંદન અને હવે હું એક ઓફિશિયલ કાકા બની ગયો છું.
https://twitter.com/KapilSharmaK9/status/1204157224311898112
અભિનેત્રી રકુલ પ્રીતે પણ કપિલને અભિનંદન પાઠવ્યા છે.
કપિલ અને ગીન્ની કોલેજના દિવસોથી જ એક બીજાને ઓળખે છે. કપિલ અને ગિન્નીના લગ્ન ગયા વર્ષે 12 ડિસેમ્બરે થયા હતા. લગ્નની પહેલી એનિવર્સરીના થોડા દિવસ પહેલા કપિલ પિતા બની ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
