Not Set/ #Happy Birthday PM Modi : રીલીઝ થયો PM મોદી પર બની રહેલી ફિલ્મ ‘મન બેરાગી’નો ફર્સ્ટ લુક

મુંબઈ, પીએમ નરેન્દ્ર મોદી આજે તેનો 69 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે અને આવામાં નિર્દેશક સંજય લીલા ભણસાલી પીએમ મોદીના જન્મદિવસ પર એક વિશેષ ભેટ આપવા જઇ રહ્યા છે. ભણસાલી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે એક વિશેષ ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે, જેનો આજે પીએમના જન્મદિવસ પર ફર્સ્ટ લુક રીલીઝ થયો છે. આ ફિલ્મનું નામ ‘મન […]

Uncategorized

મુંબઈ,

પીએમ નરેન્દ્ર મોદી આજે તેનો 69 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે અને આવામાં નિર્દેશક સંજય લીલા ભણસાલી પીએમ મોદીના જન્મદિવસ પર એક વિશેષ ભેટ આપવા જઇ રહ્યા છે. ભણસાલી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે એક વિશેષ ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે, જેનો આજે પીએમના જન્મદિવસ પર ફર્સ્ટ લુક રીલીઝ થયો છે. આ ફિલ્મનું નામ ‘મન બેરાગી’ છે.

‘મન બેરાગી’ લગભગ 1 કલાકની હશે અને આ ફિલ્મનુ નિર્માણ સંજય લીલા ભણસાલી અને મહાવીર જૈન કરી રહ્યા છે. પીએમ મોદીની આ ફિલ્મનું પોસ્ટર હિન્દી સિનેમાના અભિનેતા પ્રભાસ દ્વારા લોંચ કરાયું છે. પોસ્ટરમાં એક યુવાન છોકરાનો ચહેરો દેખાઈ રહ્યો છે. ફિલ્મના પોસ્ટરમાં ‘મન બેરાગી’ના સાથે ટેગ લાઇન આપવામાં આવી છે, જબ મેં મુજસે મિલા.

ફિલ્મ અંગે સંજય લીલા ભણસાલી કહે છે, ‘મને આ વાર્તા વિશેની સૌથી રસપ્રદ વાત તેની યુનિવર્સલ અપીલ અને સંદેશ હતો. મને લાગ્યું કે આ આવી એક ન સાંભળેલી વાર્તા છે, જે કહેવી જોઈએ.

આપને જણાવી દઈએ કે આ પહેલા અભિનેતા વિવેક ઓબેરોયે પણ પીએમ મોદીની બાયોપિક બનાવી અને આ વર્ષે મે મહિનામાં રીલીઝ કરી ચૂક્યા છે. સંજય લીલા ભણસાલી આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે, જ્યારે એસ સંજય ત્રિપાઠી તેને દિગ્દર્શન કરશે. મળતી માહિતી મુજબ પીએમ મોદીના જીવનનો તે ભાગ આ ફિલ્મમાં બતાવવામાં આવશે, જે આજ સુધી કોઈને ખબર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.