Not Set/ બાટલા હાઉસ મુવીમાં કામ કરવા તૈયાર થઇ ગયો જ્હોન અબ્રાહમ

મુંબઇ, સત્યમેવ જયતે ફિલ્મમાં કામ કર્યા બાદ જહોન અબ્રાહમની બોલબાલા ફરી એકવાર વધી ગઇ છે. તેની પાસે નવી નવી ફિલ્મની ઓફર આવી રહી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ જહોન હવે વધુ એક મોટી ફિલ્મ બાટલા હાઉસ કરવા જઇ રહ્યો છે. આ ફિલ્મનુ શુટિંગ ટુંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે. તાજેતરમાં જ મનોજ વાજપેયીએ આગામી ફિલ્મ ગલિ […]

Uncategorized
yyo 19 બાટલા હાઉસ મુવીમાં કામ કરવા તૈયાર થઇ ગયો જ્હોન અબ્રાહમ

મુંબઇ,

સત્યમેવ જયતે ફિલ્મમાં કામ કર્યા બાદ જહોન અબ્રાહમની બોલબાલા ફરી એકવાર વધી ગઇ છે. તેની પાસે નવી નવી ફિલ્મની ઓફર આવી રહી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ જહોન હવે વધુ એક મોટી ફિલ્મ બાટલા હાઉસ કરવા જઇ રહ્યો છે. આ ફિલ્મનુ શુટિંગ ટુંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે.

તાજેતરમાં જ મનોજ વાજપેયીએ આગામી ફિલ્મ ગલિ ગુલિયાની સ્પેશિયલ સ્કેનિંગમાં જહોન અબ્રાહમ મિડિયાની સમક્ષ હાજર રહ્યો હતો. એ  વખતે જહોને કહ્યુ હતુ કે તે નવી ફિલ્મ કરવા જઇ રહ્યો છે. તેની નવી ફિલ્મ હવે બાટલા હાઉસ છે. વહેલી તકે ફિલ્મનુ શુટિંગ કરવામાં આવનાર છે.  તે આગામી વર્ષે 15મી ઓગષ્ટના દિવસે ફિલ્મને રજૂ કરવા માટેની તૈયારી કરી રહ્યા છે.

આ તમામ બાબતો યોજનાપૂર્વક આગળ વધી રહી છે. ફિલ્મને લઇને વધારે શોધની જરૂર દેખાઇ રહી છે. જહોન અબ્રાહમે રો, પરમાણુ અને મદ્રાસ કાફે જેવી ફિલ્મ કરી છે.  વર્કશોપ આ તમામ ફિલ્મમો માટે કરવામાં આવ્યા બાદ શુટિંગ કરવામાં આવ્યુ હતુ. તેનુ કહેવુ છે કે વર્કશોપ ભૂમિકામાં નવા પ્રાણ ફુંકી દેવામાં મદદ કરે છે. ફિલ્મનુ શુટિંગ દિલ્હી, મુંબઇ, જયપુર અને નેપાળમાં હાથ ધરવામાં આવનાર છે.

ફિલ્મના શુટિંગને પૂર્ણ કરવામાં આવ્યા બાદ બાકીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. ફિલ્મમાં જહોન સાથે અભિનેત્રી કોણ રહેશે તે અંગે હજુ સુધી કોઇ વાત કરવામાં આવી નથી. જહોનની સત્યમેવ જયતે ફિલ્મમાં જહોનની ભૂમિકાની પ્રશંસા કરવામાં આવી હતી. બાટલા હાઉસ ફિલ્મ પણ એક્શનથી ભરપુર ફિલ્મ તૈયાર કરવામાં આવનાર છે. જહોન અબ્રાહમ હાલમાં અન્ય કેટલીક એક્શન ફિલ્મમાં કામ કરી રહ્યો છે. જહોન હાલમાં ઇ ફિલ્મમાં કામ કરી રહ્યો છે તે અંગે વિગત મળી નથી.