Not Set/ કલંકની રીલીઝ ડેટમાં આ કારણોસર થયો ફેરફાર

મુંબઇ, વરૂણ ધવન, આલિયા ભટ્ટની ફિલ્મ કંલકનો ફર્સ્ટ લુક રીલીઝ કરી દેવામાં આવ્યો છે. તો સાથે સાથે ફિલ્મના અન્ય કલાકારો સંજય દત્ત, માધુરી દિક્ષિત, આદિત્ય રોય કપૂરના પણ ફર્સ્ટ લુક રીલીઝ કરવામાં આવ્યા છે અને તે જોઇને લોકોમાં ફિલ્મ માટેની ઉત્સુકતા પણ વધી ગઈ છે. જોકે અહેવાલો  પ્રમાણે કલંકની રીલીઝ ડેટમાં ફેરફાર કરવામાં આવ્યા છે. […]

Uncategorized

મુંબઇ,

વરૂણ ધવન, આલિયા ભટ્ટની ફિલ્મ કંલકનો ફર્સ્ટ લુક રીલીઝ કરી દેવામાં આવ્યો છે. તો સાથે સાથે ફિલ્મના અન્ય કલાકારો સંજય દત્ત, માધુરી દિક્ષિત, આદિત્ય રોય કપૂરના પણ ફર્સ્ટ લુક રીલીઝ કરવામાં આવ્યા છે અને તે જોઇને લોકોમાં ફિલ્મ માટેની ઉત્સુકતા પણ વધી ગઈ છે. જોકે અહેવાલો  પ્રમાણે કલંકની રીલીઝ ડેટમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

અગાઉ ફિલ્મ 19 એપ્રિલના રોજ રજૂ થવાની હતી. પરંતુ  હવે કલંકની રીલીઝ ડેટ બે દિવસ વહેલી કરવામાં આવી છે.  અને હે કલંકને 17 એપ્રિલે  રીલીઝ કરવામાં આવશે. એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે  મહાવીર જંયતી હોવાથી ફિલ્મને  17 એપ્રિલે રીલીઝ કરવાનું પસંદ કરવામાં આવ્યું છે.  કારણ  કે ત્યાર બાદનો શુક્રવાર ગુડ ફ્રાઇડે છે જેથી ફિલ્મને લાંબી વીકેન્ડનો લાભ મળી શકે.

કરણે આ ફિલ્મનો ફર્સ્ટ લુક રીલીઝ કરતા લખ્યું હતું કે આ ફિલ્મ મારી અંદર ક્યારની હતી જે હવે પડદા પર આવી રહી છે. આ ફિલ્મ માટે કરણ ઘણો ઇમોશનલ છે.