મુંબઈ
ફિલ્મોમાં શાનદાર કરિયર સાથે આગળ વધી રહેલ એક્ટ્રેસ કરીના કપૂર ખાન હવે રેડિયોની દુનિયામાં પગ મુકવા જઈ રહી છે. કરીના 104.8 FM પર તેઓ શો કરવા જઈ રહી છે. સુત્રોનું માનવામાં આવે તો શોના પહેલા એપિસોડનું શુટિંગ પણ પૂર્ણ થઇ ગયું છે. એપિસોડમાં તેમના પ્રથમ મહેમાન પણ ખાસ છે.
કરીનાનો આ શો ડીસેમ્બર મહિનામાં ઓનએયર કરવામાં આવશે. તેમના શોમાં પ્રથમ મહેમાન સની લિયોની હશે. આ શો દરમિયાન બંને ફિલ્મો અને પર્સનલ લાઈફ વિશે વાત કરશે. આવુ પહેલી વાર બનશે કે જેમાં કરીના અને સની લિયોની કોઇ પ્રોફેશનલ મંચ પર સાથે હશે.
થોડા સમય પહેલા કરીનાએ સ્ટુડિયોમાં રેકોડીંગ દરમિયાનની એક ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો અની કેપ્શનમાં લખ્યું હતું કે ISHQ 104.8 FM પર RJનો નવા અવતારમાં જોવા મળીશ. વધારે ડીટેલ્સ માટે અમારા સાથી બની રહો.
https://www.instagram.com/p/BnqwQyQnmEQ/?taken-by=therealkareenakapoor
આપને જણાવી દઈએ કે કરીનાના નિકટ મિત્રો અને ફિલ્મ નિર્દેશક કરણ જોહર પણ રેડિયોની દુનિયામાં તેમનો હાથ આજમાવી ચુક્યા છે. કરણે કોલિંગ કરણ નામના શોને હોસ્ટ કર્યો હતો.
