Not Set/ બોલીવૂડ/ કેટરિના કૈફે પ્રિયંકા ચોપરા અને અર્પિતા ખાન સાથે શેર કરી સેલ્ફી

બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ચાહકો સાથે તેનું પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ શેર છે. હાલમાં જ કેટરિના કૈફ રોહિણી અય્યરની બર્થડે પાર્ટીમાં ગઈ હતી. જ્યાં પ્રિયંકા ચોપરા, નુસરત ભરૂચા સહિત બોલિવૂડની અનેક હસ્તીઓ હાજર રહી હતી. કેટરિનાએ પાર્ટીનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. પ્રિયંકા ચોપડા […]

Uncategorized
amahi 6 બોલીવૂડ/ કેટરિના કૈફે પ્રિયંકા ચોપરા અને અર્પિતા ખાન સાથે શેર કરી સેલ્ફી

બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ચાહકો સાથે તેનું પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ શેર છે. હાલમાં જ કેટરિના કૈફ રોહિણી અય્યરની બર્થડે પાર્ટીમાં ગઈ હતી. જ્યાં પ્રિયંકા ચોપરા, નુસરત ભરૂચા સહિત બોલિવૂડની અનેક હસ્તીઓ હાજર રહી હતી. કેટરિનાએ પાર્ટીનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

પ્રિયંકા ચોપડા આજકાલ તેની આગામી ફિલ્મ ‘ધ વ્હાઇટ ટાઇગર’ માટે ભારત આવી છે. તેણે પણ બાકીના બોલિવૂડ દિવા સાથેની પાર્ટીમાં ભાગ લીધો હતો. કેટરિનાએ પાર્ટીમાંથી પ્રિયંકા ચોપડા અને અર્પિતા ખાન સાથે એક સેલ્ફી શેર કરી છે.

ફોટો શેર કરતી વખતે કેટરીનાએ લખ્યું હતું- ગર્લ્સ. ફોટામાં ત્રણેય હસ્તીઓ ખુશ દેખાઈ રહી છે. જ્યારે પ્રિયંકા સેલ્ફી લઇ રહી છે ત્યારે કેટરિનાએ અર્પિતાને ગળે લગાવી દીધી છે.

Instagram will load in the frontend.

ફોટોમાં કેટરિનાએ બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો છે. પીળા ડ્રેસમાં પ્રિયંકા ખૂબ જ સુંદર લાગી રહી છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો કેટરિના કૈફ અક્ષય કુમારની સાથે ફિલ્મ ‘સૂર્યવંશી’ માં જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન રોહિત શેટ્ટીએ કર્યું છે. પ્રિયંકા ચોપડા ‘ધ વ્હાઇટ ટાઇગર’માં રાજકુમાર રાવની સાથે જોવા મળશે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.