Not Set/ પીટી ઉષાની બાયોપિકમાં પ્રિયંકા ચોપડાના બદલે કેટરીના કૈફ!

મુંબઈ, મહેન્દ્ર સિંહ ધોની અને મેરી કોમની બાયોપિક બાદ બોલીવુડમાં ખેલાડીઓના જીવન પર ઘણી ફિલ્મ બની રહી છે. જાણવા મળી રહ્યું છે કે, દેશની મહાન ખેલાડીઓમાંથી એક પીટી ઉષા પર ફિલ્મ બનવા જઈ રહી છે. આ ફિલ્મ માટે પહેલા પ્રિયંકા ચોપડાને ફાઇનલ કરવામાં આવી હતી પરંતુ હવે ફિલ્મમાં કેટરીના કેફને લેવાના સમાચાર વાયરલ થઈ રહ્યાં […]

Uncategorized

મુંબઈ,

મહેન્દ્ર સિંહ ધોની અને મેરી કોમની બાયોપિક બાદ બોલીવુડમાં ખેલાડીઓના જીવન પર ઘણી ફિલ્મ બની રહી છે. જાણવા મળી રહ્યું છે કે, દેશની મહાન ખેલાડીઓમાંથી એક પીટી ઉષા પર ફિલ્મ બનવા જઈ રહી છે. આ ફિલ્મ માટે પહેલા પ્રિયંકા ચોપડાને ફાઇનલ કરવામાં આવી હતી પરંતુ હવે ફિલ્મમાં કેટરીના કેફને લેવાના સમાચાર વાયરલ થઈ રહ્યાં છે. એક રિપોર્ટ પ્રમાણે ફિલ્મમેકર રેવતી એસ વર્મા આ ફિલ્મને ડાયરેક્ટ કરશે અને ફિલ્મમાં કેટરીના દેસી ગર્લ પ્રિયંકાને રિપ્લેસ કરી શકે છે.

Image result for p t usha biopic

આ ફિલ્મની ખાસ વાત છે કે, પ્રિયંકા ચોપડાને આ બાયોપિક ઘણા વર્ષ પહેલા ઓફર કરવામાં આવી હતી. તે સમયે પ્રિયંકા ચોપડા મેરી કોમની બાયોપિકમાં વ્યસ્ત ચાલી રહી હતી. ત્યારબાદ હોલીવુડમાં એન્ટ્રી થયા બાદ પ્રિયંકા વ્યસ્ત કાર્યક્રમ ફિલ્મમાં આડો આવતો રહ્યો. હવે સમાચારોનું માન્યે તો ફિલ્મ માટે કેટરીનાના નામની ચર્ચા છે. હવે જો આમ થયું તે કેટરીનાના ખાતામાં પ્રથમ બાયોપિક ફિલ્મ હશે.Image result for p t usha biopic

ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્રનું કહેવું છે કે બાયોપિક ઘણી ભાષામાં રિલીઝ થશે. ફિલ્મમાં પીટી ઉષાની જિંદગી સાથે જોડાયેલી ઘણી સિદ્ધિ દેખાડવામાં આવશે. પીટી ઉષાએ પોતાના રમતના કરિયરમાં 101થી વધુ આંતરરાષ્ટ્રીય મેડલ્સ પોતાના નામે કર્યાં છે. પીટી ઉષાને અર્જુન એવોર્ડની સાથે પદ્મ શ્રી પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવી હતી. પીટી ઉષા આ દિવસોમાં રેલવેમાં ઓફિસર તરીકે કામ કરી રહી છે. આ સિવાય દેશના યંગ એખલીટ્સને પોતાના કરેલા એકેડમીમાં ટ્રેઇન પણ કરે છે.

Image result for p t usha biopic

મહત્વનું છે કે કેટરીના કેફ આ દિવસોમાં પોતાના નવા પ્રોજેક્ટસમાં વ્યસ્ત ચાલી રહી છે. તેની ફિલ્મ ભારત ઈદ પર 5 જૂને રિલીઝ થશે. તેમાં તે સલમાન ખાન અને દિશા પટાનીની સાથે જોવા મળશે. એટલું જ નહીં કેટરીના કેફની પાસે રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશી પણ છે. આ ફિલ્મમાં તે અક્ષય કુમારની વિરુદ્ધમાં નજર આવશે.