Not Set/ લવ જીહાદના આરોપથી ઘેરાયેલી ફિલ્મ ‘કેદારનાથ’નું ટ્રેલર રિલીઝ, જુઓ

મુંબઇ, કેદારનાથ ફિલ્મ “લવ જીહાદ”ના આક્ષેપોને કારણે વિવાદમાં છે. સુશાંત સિંહ રાજપુત અને સારા અલી ખાનની સ્ટારર ‘કેદારનાથ’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝર પહેલેથી જ રિલીઝ થઇ ચુક્યું છે. ટીઝરને સોશિયલ મીડિયા પર ખુબ જ પસંદ કરવામાં આવી છે. ટીઝરમાં સારા અને સુશાંતની જબરદસ્ત જોવા મળી હતી. ટ્રેલર પહેલા ફિલ્મનું નવું પોસ્ટર ટ્રેલર રિલીઝ […]

Uncategorized
keda લવ જીહાદના આરોપથી ઘેરાયેલી ફિલ્મ 'કેદારનાથ'નું ટ્રેલર રિલીઝ, જુઓ

મુંબઇ,

કેદારનાથ ફિલ્મ “લવ જીહાદ”ના આક્ષેપોને કારણે વિવાદમાં છે. સુશાંત સિંહ રાજપુત અને સારા અલી ખાનની સ્ટારર ‘કેદારનાથ’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝર પહેલેથી જ રિલીઝ થઇ ચુક્યું છે. ટીઝરને સોશિયલ મીડિયા પર ખુબ જ પસંદ કરવામાં આવી છે. ટીઝરમાં સારા અને સુશાંતની જબરદસ્ત જોવા મળી હતી.

ટ્રેલર પહેલા ફિલ્મનું નવું પોસ્ટર

ટ્રેલર રિલીઝ પહેલા નિર્માતાઓએ ફિલ્મનું નવું પોસ્ટર પણ લોન્ચ કર્યું હતું. નિર્દેશન અભિષેક કપૂરે સોશિયલ મીડિયા પર ફિલ્મનું ન્યુ પોસ્ટર લોન્ચ કર્યું. પોસ્ટરમાં સારા અને સુશાંત સિંહને ફિચર કરવામાં આવ્યા છે. પોસ્ટર રિલીઝ કરતા અભિષેક લખ્યું કે “પ્યારની એક અદભુત યાત્રા, ઈબાદતના દરતથી આવશે. કેદારનાથનું ટ્રેલર આજે રિલીઝ થશે.

ફિલ્મની સ્ટોરી થોડા વર્ષો પહેલા કેદારનાથમાં આવેલ કુદરતી આપત્તિમાં એક રોમાંચક પ્રેમની સ્ટોરીને લઈને છે. એક્ટ્રેસ તેના પરિવાર સાથે કેદારનાથની ધાર્મિક મુસાફરીમાં આવી છે, જ્યાં ભારે વરસાદ અને ભૂસ્ખલન પછી, આપત્તિ ફાટી નીકળે છે. ભક્તો મોટા પાયે મૃત્યુ પામે છે. અકસ્માતથી સંબંધિત ઘણા દ્રશ્યો ફિલ્મના ટીઝરમાં દર્શાવવામાં આવ્યા હતા. ટીઝરના અંતે એક દ્રશ્ય છે, જેમાં સુશાંત ભગવાન શિવના વાહન નંદીનું શિગડુ પકડીને બચવાનો પ્રયત્ન કરે છે.