Not Set/ માધુરી દીક્ષિત-શ્રીરામ નેનેની લવસ્ટોરી પર આધારિત છે ‘કહાં હમ, કહાં તુમ’?

‘સસુરાલ સિમર કા’ ફૅમ દીપિકા કક્કર અને અભિનેતા કરણ વી ગ્રોવરની એક નવી જોડી સાથે ટેલિવિઝન પર એક નવી લવ સ્ટોરી જોવા તૈયાર થઈ જાઓ, જે સંદીપ સિકંદનો રોમાન્ટિક શૉ ‘કહા હમ કહા તુમ’ ટૂંક સમયમાં જ ઓન એર થવા જઈ રહ્યો છે. આગામી શૉ ‘કહા હમ કહા તુમ’ બે જુદી-જુદી પરિસ્થિતિમાં જીવતા બે પાત્રોની […]

Uncategorized
a 6 માધુરી દીક્ષિત-શ્રીરામ નેનેની લવસ્ટોરી પર આધારિત છે 'કહાં હમ, કહાં તુમ'?

‘સસુરાલ સિમર કા’ ફૅમ દીપિકા કક્કર અને અભિનેતા કરણ વી ગ્રોવરની એક નવી જોડી સાથે ટેલિવિઝન પર એક નવી લવ સ્ટોરી જોવા તૈયાર થઈ જાઓ, જે સંદીપ સિકંદનો રોમાન્ટિક શૉ ‘કહા હમ કહા તુમ’ ટૂંક સમયમાં જ ઓન એર થવા જઈ રહ્યો છે.

આગામી શૉ ‘કહા હમ કહા તુમ’ બે જુદી-જુદી પરિસ્થિતિમાં જીવતા બે પાત્રોની વાર્તા છે, જે પોતાના વ્યસ્ત શેડ્યૂલની સાથે બે અલગ-અલગ વ્યવસાયો ધરાવે છે. એક પાત્ર એક્ટ્રેસ છે અને બીજું પાત્ર ડોક્ટર છે. શું તમને આનાથી કઈ સમજાયું? પ્રોડક્શનના એક નજીકના સૂત્ર મુજબ જાણવા મળ્યું કે આ ઑન-સ્ક્રીન લવ સ્ટોરી લોકપ્રિય કપલ માધુરી દીક્ષિત અને એમના પતિ શ્રીરામ નેનેના જીવન પર આધારિત છે, જ્યાં એક તરફ અભિનેત્રી અભિનયની દુનિયામાં વ્યસ્ત છે અને ત્યાં નેને સર્જન હોય છે જેમને કામથી બહાર જવાનું હોય છે, પરંતુ આટલા સંઘર્ષો છતાં તેઓ રોમાન્સને અકબંધ રાખવાની કોશિશ કરે છે.

Madhuri and Sriram

બન્નેની હાઈ પ્રોફાઈલ સંબંધિત કરિયરની સાથે માધુરી સૌથી પહેલા પોતાના સફળ કરિયરને પાછળ છોડીને, પોતાના પતિ માટે USAમાં શિફ્ટ થઈ ગઈ. હવે, ઈન્ડસ્ટ્રીમાં અભિનેત્રીના કરિયરની બીજી ઈનિંગ માટે શ્રીરામ પોતાના કરિયરને પાછળ છોડીને પોતાની પત્ની માટે ભારતમાં સેટલ થઈ ગયા છે. કહેવાય છે કે કહાં હમ, કહાં તુમ આ બંનેની લાઈફ પર જ આધારિત છે. આ ટેલિવિઝન શૉમાં કેવી રીતે તમારા વ્યસ્ત શેડ્યૂલ છતાં, બંનેએ પોતાની રિલેશનસિપમાં એક બીજા માટે સમય કાઢ્યો તે વાત દર્શાવવામાં આવશે. ઓન-સ્ક્રીન આ પાત્રો દીપિકા અને કરણ દ્વારા દર્શાવવામાં આવશે.

Madhuri and Sriram

શૉના પહેલા ટ્રેલરમાં સૈફ અલી ખાન દ્વારા ઑન-સ્ક્રીન કપલનું પરિચય કરવામાં આવ્યું છે જેંમાં દર્શકોના મનમાં સવાલ ઉભા કરી દીધા છે કે જો એમનું દિલ એક છે, પરંતુ શું તેઓ એકબીજાને સમજવામાં સફળ થશે, જેમાં બે ડિમાન્ડિંગ કરિયર રહેવાની સાથે કોમ્પ્રોમાઈઝની પણ આવશ્યકતા છે. ટૂંક સમયમાં આ ટેલિવિઝન શૉ સ્ટાર પ્લસ પર ઓન એર થવા જઈ રહ્યો છે.