Not Set/ એક્ટ્રેસ ભાગ્યેશ્રીનો પતિ ચલાવતો હતો જુગારનો અડ્ડો,પોલિસે કરી ધરપકડ

મુંબઇ, બોલીવૂડમાં સલમાન ખાન સાથે ફિલ્મ ‘મેને પ્યાર કિયા’ થી ફેમસ થયેલી એક્ટ્રેસ ભાગ્યશ્રીના પતિ હિમાલય દાસાનીની મંગળવારે પોલીસે ધરપકડ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હિમાલયને અંબોલી પોલીસ સ્ટેશને જુગારના અડ્ડો ચલાવવાના આરોપમાં ધરપકડ કરી હતી. જો કે, તેને પછીથી જામીન પર છોડવામાં આવ્યો હતો. હાલ આ કેસ વિશે વધુ માહિતી સામે આવી નથી. કહેવામાં આવી […]

Uncategorized
dcjsdoi 9 એક્ટ્રેસ ભાગ્યેશ્રીનો પતિ ચલાવતો હતો જુગારનો અડ્ડો,પોલિસે કરી ધરપકડ

મુંબઇ,

બોલીવૂડમાં સલમાન ખાન સાથે ફિલ્મ ‘મેને પ્યાર કિયા’ થી ફેમસ થયેલી એક્ટ્રેસ ભાગ્યશ્રીના પતિ હિમાલય દાસાનીની મંગળવારે પોલીસે ધરપકડ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હિમાલયને અંબોલી પોલીસ સ્ટેશને જુગારના અડ્ડો ચલાવવાના આરોપમાં ધરપકડ કરી હતી. જો કે, તેને પછીથી જામીન પર છોડવામાં આવ્યો હતો. હાલ આ કેસ વિશે વધુ માહિતી સામે આવી નથી.

કહેવામાં આવી રહ્યું છે કે ગેરકાયદે જુગાર રમવાના કિસ્સામાં કુલ 15 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ગયા મહિને આ કિસ્સામાં પોલીસે અનેક સ્થળોએ રેડ પાડી હતી અને તપાસ બાદ હિમાલય દાસાનીનું નામ ગેન્બલિંગ રેકેટ ચાલવાના મામલે સામે આવ્યું હતું.

આપને જણાવી દઈએ કે રાજશ્રી પ્રોડક્શન્સની ફિલ્મ ‘મેને પ્યાર કિયા’ ની હિટ થયા બાદ તરત જ ભાગશશ્રીએ 1990માં હિમાલય દાસાનીની સાથે લગ્ન કરી લીધા હતા. આ પછી, તેણે બોલીવૂડને ગુડબાય કહી દીધું હતું. કહેવામાં આવી રહ્યું છે કે હિમાલય દાસાનીનો કન્સ્ટ્રકશનનો બિઝનેસ પણ છે.

ભાગ્યશ્રી અને હિમાલય દાસાનીના બે બાળકો પણ છે જેનું નામ અભિમન્યુ દાસાનીની અને અવંતિકા દાસાનીની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.