બોલિવૂડ એક્ટ્રેસ મલાઇકા અરોરાએ તાજેતરમાં જ અભિનેતા અર્જુન કપૂર સાથે એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેમાં તે અર્જુનના ગાલ પર કિસ કરતી જોવા મળી રહી છે. આ તસ્વીરને યુઝર્સ તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.
ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતી વખતે મલાઇકા અરોરાએ કેપ્શનમાં લખ્યું, ‘સૂરજ, સ્ટાર, લાઇટ અને ઘણી બધી ખુશીઓ… 2020’. એક યુઝર્સે આ ફોટા પર ટિપ્પણી કરી, ‘છૂટાછેડા માટેનું કારણ’.જ્યારે અન્ય એક યુઝર્સે લખ્યું, ‘બચ્ચા વિથ આંટી!’

જ્યારે અર્જુન અને મલાઈકાના કેટલાક ચાહકોએ તેમને નવા વર્ષ માટે અભિનંદન પાઠવ્યા છે. આપને જણાવી દઇએ કે નાતાલના દિવસે અર્જુન મલાઈકાના ઘરે ગયો અને તેના પરિવાર સાથે સમય વિતાવ્યો.
મલાઇકા અને અર્જુને તેમના રિલેશનશિપ વિશે અર્જુનના જન્મદિવસ પર એક ફોટો શેર કરીને ઓફિશિયલી કર્યું હતું. મલાઇકા બહેન અમૃતા સાથે નવા વર્ષની ઉજવણી કરવા ગોવામાં ગઈ હતી. બાદમાં અર્જુન કપૂર પણ ગોવા પહોંચ્યો હતો.
વર્કફ્રન્ટની વાત કરીએ તો અર્જુન કપૂર તાજેતરમાં જ ‘પાનીપત’માં જોવા મળ્યો હતો, જેમાં સંજય દત્ત અને કૃતિ સનન પણ મહત્વની ભૂમિકામાં હતા. અર્જુન ટૂંક સમયમાં દિબાકર બેનર્જીની ફિલ્મ ‘સંદીપ ઓર પિન્કી ફરાર’માં પરિણીતી ચોપડાની સાથે જોવા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
