મુંબઈ
બોલીવૂડની કોઈ પણ ફિલ્મમાં જો મલાઈકા અરોરા ખાનનું આઈટમ નંબર હોય અને જો તે ફિલ્મ હિટ ના થાય તો પણ તે સોંગ ચોક્કસપણે હિટ થઇ જાય છે. જેમાં મલાઈકાએ આઈટમ નંબર કર્યું હોય. પછી ભલેને તે 20 વર્ષી જૂની શાહરૂખ ખાનની ફિલ્મ ‘દિલ સે’નું સોંગ ‘છૈયા-છૈયા’ હોય કે પછી ફિલ્મ ‘દબંગ’નું ‘મુન્ની બદનામ’. મલાઈકાની અદાકારીથી તટે બધાના દિલને જીતી લે છે. જણાવીએ કે મલાઈકા ફરી એક વાર ફિલ્મ ‘પટાખા’માં ધમાકેદાર એન્ટ્રી કરવા માટે તૈયાર છે.
માલાઈકાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે જેમાં ‘પટાખા’ની ફિલ્મના ગીતનો છે. ગીતના બોલ છે. ‘હેલો-હેલો’. ફોટોમાં તે બેલ્ક રંગના ઘાઘરા અને હંમેશાંની જેમ ખુબ જ બોલ્ડ જોવા મળી રહી છે.
આપને જણાવી દઈએ કે મલઈકાએ ફોટાના કેપ્શનમાં લખ્યું હતું કે. હેલો હેલો. હેલો બે દિવસમાં બધા જ કરશે. આ સિવાઈ એક ઈન્ટરવ્યુમાં ડીટ વિશે વાત કરતા તેમને જણાવ્યું કે રેખા ભારદ્વાજે આ સોંગને ગયું છે. પહેલા પણ આવુ મેજિક ક્રિએટ કરવામાં આવી ચુક્યું છે અને આ સોંગનો ભાગ બનીને હું ખુબ જ ખુશ છું. મને ફિલ્મનું ટાઈટલ અને ગીતનું ટાઈટલ ખુબ જ પસંદ આવ્યું છે.

મળતી માહિતી મુજબ આ સોંગને પોપુલર કોરિયોગ્રાફર ગણેશ આચાર્યએ કોરિયોગ્રાફર કર્યું છે. મલાઈકા સાથે આ સોંગમાં 18-20 અને ડાન્સર્સે પણ ડાન્સ કર્યો છે. બધા જ લોકોએ એટલું સરસ રીતે કામ કર્યું કે 2 દિવસની અંદર જ શૂટ પૂર્ણ થઇ ગયું.
આ ફિલ્મનું નિર્દેશક વિશાલ ભારદ્વાજે કર્યું છે અને ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા અને રાધિકા મદાન, સુનીલ ગ્રોવર સાથે વિજય રાજએ મહત્વની ભૂમિકા ભજવી છે. જણાવીએ કે આ ફિલ્મ 28 સપ્ટેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવશે.
