Not Set/ ‘કસોટી ઝીંદગી કી’માં થશે નાગિન એક્ટ્રેસની એન્ટ્રી, શોમાં જોવા મળશે નવો ટ્વિસ્ટ

મુંબઈ ટીવી શો ‘કસોટી ઝીંદગી કી 2’માં જલ્દી નાગિન શોમાં નજરે પડતી મધુરા નાઈકની એન્ટ્રી થવા જઈ રહી છે.  તેના કિરદાર વિશે મધુરાએ કહ્યું કે ‘કસોટી ઝીંદગી કી’માં તેમની ભૂમિકા શોમાં ટ્વિસ્ટ આવી દેશે અને તેઓ આ વિશે ખુબ જ ઉત્સાહિત છે. આ શોમાં મધુરા નવીનની પત્નીના રૂપમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. મધુરાએ એક […]

Uncategorized
u7y 'કસોટી ઝીંદગી કી'માં થશે નાગિન એક્ટ્રેસની એન્ટ્રી, શોમાં જોવા મળશે નવો ટ્વિસ્ટ

મુંબઈ

ટીવી શો ‘કસોટી ઝીંદગી કી 2’માં જલ્દી નાગિન શોમાં નજરે પડતી મધુરા નાઈકની એન્ટ્રી થવા જઈ રહી છે.  તેના કિરદાર વિશે મધુરાએ કહ્યું કે ‘કસોટી ઝીંદગી કી’માં તેમની ભૂમિકા શોમાં ટ્વિસ્ટ આવી દેશે અને તેઓ આ વિશે ખુબ જ ઉત્સાહિત છે. આ શોમાં મધુરા નવીનની પત્નીના રૂપમાં એન્ટ્રી કરવા જઈ રહી છે.

મધુરાએ એક નિવેદનમાં કહ્યું હતું કે “મેં ‘કહાની ઘર ઘર કી’થી તેમના કરિયરની શરૂઆત કરી હતી અને આટલા વર્ષો પછી ટેલિફિલ્મ્સમાં પરત આવી ખુબ જ સારું લાગી રહ્યું છે. હું  ‘કસોટી ઝીંદગી કી’ જોયા કરતી હતી અને આના રીબુટનો ભાગ બની ઘણી ખુશ છું, સાથે સાથે એ પણ કહ્યું કે મારો રોલ પહેલા કિરદારો કરતા ઘણો અલગ છે.

Instagram will load in the frontend.

આપને જણાવી દઈએ કે શોમાં અત્યાર સુધી પ્રેરણા અને અનુરાગનો રોમાન્સ જોવા મળી રહ્યો હતો પરંતુ હવે કોમોલિકાની એન્ટ્રી થવા જઈ રહી છે. જેની રાહ દર્શકો ખુબ જ આતુરતાપૂર્વક જોઈ રહ્યા છે. આ શો માંથી હિના ખાનનો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યા છે. હિના ખાન સિલ્વર અને બ્લેક રંગની ચોલીમાં જોવા મળી રહી છે. હિનાની એન્ટ્રીને રોમાંચક અંદાજમાં દેખાડવામાં આવી છે.