Not Set/ મનોરંજન/ Netflix ભારતમાં ઝડપથી કરી રહ્યુ છે ગ્રોથ, જાણો શું છે કારણ

ભારતમાં ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ ઝડપથી વિકસી રહ્યું છે. નાણાકીય વર્ષ 2018-19 માં નેટફ્લિક્સનો ગ્રોથ 700 ટકા હતો. આ સફળતાનું સૌથી મોટું કારણ પ્લેટફોર્મ પર બતાવેલ સ્થાનિક કંન્ટેન્ટ છે. 2016 માં ભારતમાં લોન્ચ થયા પછી નેટફ્લિક્સ દર વર્ષે વૃદ્ધિ પામી રહ્યું છે અને નાણાકીય વર્ષ 2018-19 માં તેની વૃદ્ધિમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. નવા ડેટા […]

Uncategorized
images 14 1 મનોરંજન/ Netflix ભારતમાં ઝડપથી કરી રહ્યુ છે ગ્રોથ, જાણો શું છે કારણ

ભારતમાં ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ ઝડપથી વિકસી રહ્યું છે. નાણાકીય વર્ષ 2018-19 માં નેટફ્લિક્સનો ગ્રોથ 700 ટકા હતો. આ સફળતાનું સૌથી મોટું કારણ પ્લેટફોર્મ પર બતાવેલ સ્થાનિક કંન્ટેન્ટ છે.

Image result for netflix in mobile"

2016 માં ભારતમાં લોન્ચ થયા પછી નેટફ્લિક્સ દર વર્ષે વૃદ્ધિ પામી રહ્યું છે અને નાણાકીય વર્ષ 2018-19 માં તેની વૃદ્ધિમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. નવા ડેટા અનુસાર, નાણાંકીય વર્ષ 2018-19 માં નેટફ્લિક્સે ઇન્ડિયામાં 700 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. વર્ષ 2018 માં, નેટફ્લિક્સે 58 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો, જે 2019 માં વધીને 466.7 કરોડ થયો છે. નફા પર નજર કરીએ તો, નેટફ્લિક્સે વર્ષ 2018 માં 20 લાખ રૂપિયાનો નફો કર્યો હતો, જે 2019 માં વધીને 5.1 કરોડ રૂપિયા થઈ ગયો છે.

Image result for netflix vs hotstar"

નેટફ્લિક્સમાં આ વૃદ્ધિનું મુખ્ય કારણ સ્થાનિક કન્ટેન્ટ હોવાનુ કહેવામાં આવી રહ્યું છે. આમાં સેક્રેડ ગેમ્સ અને લીલા જેવી સિરીઝે ઘણી લોકપ્રિયતા મેળવી છે. જો કે, સેક્રેડ ગેમ્સનો ભાગ ટૂ વધુ ધમાલ મચાવી શક્યો નહી. સ્થાનિક કન્ટેન્ટ ઉપરાંત, નેટફ્લિક્સની મોબાઈલ ઓનલી પ્લાન પણ ખૂબ અસરકારક સાબિત થયો. આ યોજનાને કારણે, આશરે 3 થી 4 લાખ સબ્સ્ક્રાઇબર્સને નેટફિલ્ક્સમાં ઉમેરવામાં આવ્યાં છે. ભારતમાં હાલમાં નેટફ્લિક્સનાં 1.2 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે.

Image result for netflix in mobile"

વળી યૂઝર્સ અને વ્યવસાયની દ્રષ્ટિએ, હોટસ્ટાર નફો કરવાને બદલે ખોટમાં ચાલી રહી છે. 2018 માં, હોટસ્ટારે 571.5 કરોડ રૂપિયા અને 2019 માં, 1112.7 કરોડની કમાણી કરી હતી, પરંતુ 2018 માં, કંપનીનાં વધતા ખર્ચને કારણે 389 કરોડ અને 2019 માં લગભગ 554.38 કરોડનું નુકસાન થયુ હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.