મુંબઇ,
બોલિવૂડની ટોપ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને હોલિવુડ પોપ સ્ટાર નિક જોનસના લગ્નમાં માત્ર હવે થોડા જ દિવસો બાકી છે. આ ખાસ દિવસને લઇને અત્યાર જ સેલિબ્રશન શરૂ થયું ગયું છે. બંને જોધપુરના ઉમ્મેદભવન પેલેસમાં શાહી લગ્ન કરશે. તેને લઇ ત્યાં બધી જ તૈયારીઓ પણ પૂર્ણ થઈ ગઈ છે. આ રોયલ વેડિંગ અને મહેમાનોને ખાસ અનુભવ આપવા માટે પ્રિયંકા-નિક ફક્ત રહેવા અને જમવામાં જ કરોડો રૂપિયા ખર્ચ કર્યા કર્યા છે.

પેલેસમાં રહેવા પર ખર્ચ કરશે આટલા કરોડ…
પ્રિયંકા અને નિકએ વેડિંગ વેન્યુ માટે જોધપુરનો તાજ ઉમ્મેદ ભવન પેલેસ પસંદ કર્યો છે. રિપોર્ટ્સના અનુસાર કપલે સંપૂર્ણ પેલેસ લગ્ન માટે બૂક કર્યું છે. મેહરાનગઢ ફોર્ટમાં પ્રી-વેડિંગ સેરેમની જેમ કે હલ્દી,સંગીત અને મહેંદીના પ્રોગ્રામ કરવામાં આવશે. નવેમ્બર 29થી લઈને 1 ડીસેમ્બર સુધી આ ફોર્ટ ટૂરિસ્ટના માટે બંધ રાખવામાં આવશે.
ઉમ્મેદ ભવન પેલેસમાં 64 લગ્ઝુરિઅસ સ્વીટ્સ અને રૂમ છે. આમાં 22 પેલેસ રૂમ્સ છે અને 42 સ્વીટ્સ ચ્ચે. આમાંથી 24 હિસ્ટોરિકલ સ્વીટ્સ, 10 રોયલ સ્વીટ્સ, 6 ગ્રેન્ડ સ્વીટ્સ અને 2 પ્રેઝડેન્સલ સ્વીટ્સ છે.

આપને જણાવી દઈએ કે પેલેસમાં એક રાત રહેવા માટેનું ભાડું આશરે 47,300 રૂપિયા છે. તો હિસ્ટોરિકલ સ્વીટ્સનું ભાડું 65,300 રૂપિયા, રોયલ સ્વીટ્સનું 2.30 લાખ રૂપિયા અને પ્રેઝડેન્સલ સ્વીટ્સના રૂમની ફિસ 5.04 લાખ રૂપિયા છે. ટેક્સને હટાવી ઉમ્મેદ ભવન પેલેસમાં માત્ર રોકવા માટે આ સ્ટાર કપલ એક દિવસમાં આશરે 64.40 રૂપિયા ખર્ચ કરશે. જો 5 દિવસનો હિસાબ કરવામાં આવે તો કુલ રકમ 3.2 કરોડ થાય છે.
જમવા પર થશે આટલા રૂપિયા ખર્ચ…
કેટરિંગ માટે દરેક મહેમાન પર આશરે 18,000 રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આ સાથે મેહરાનગઢ ફોર્ટમાં થનારા ફંક્શન્સના સેટઅપ પર 10 લાખ ખર્ચ થશે. ત્રણ દિવસના હિસાબથી આ રકમ 30 લાખ રૂપિયા થશે. તો જમવા પર આશરે 43 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આ તમામનો હિસાબ કરવામાં આવે તો લગભગ 3.9 કરોડ રૂપિયા થાય છે. આ પરથી અંદાજો લગાવી શકાય છે કે આ સ્ટાર કપલના લગ્ન કેટ ભગ્ય થવાના છે.
આપને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા અને નિક જોનસ 2 ડીસેમ્બરના રોજ હિન્દુ રિતી-રિવાજથી લગ્ન કરશે અને 3 ડીસેમ્બરના રોજ ક્રિશ્ચન રીવાજથી મેરેજ થશે. આ પછી આ કપલ શાનદાર રિસેપ્શન પાર્ટી રાખશે.

