Not Set/ રેસીપી – આજે જ ઘરે બનાવો બજાર જેવા ખમણ ઢોકળા

સામગ્રી 500 ગ્રામ ચણાની દાળ, છીણેલુ નારિયેળ, આદુ મરચાંનુ પેસ્ટ, ચપટી હિંગ, રાઈ, કોથમીર, તેલ, મીઠુ (સ્વાદઅનુસાર) ખાવાનો સોડા અડધી ચમચી (ઈનો) બનાવવાની રીત પહેલા તો તમે ચણાની દાળને રાત્રે પલાળી મૂકો. સવારે તેનુ પાણી નિતારી વાટીને તેમાં તેલ અને સોડા નાખી ખૂબ ફીણો.એ થઈ જાય એટલે તેમાં આદુ-મરચાનુ પેસ્ટ અને મીઠુ નાખી આથો આવવા […]

Uncategorized

સામગ્રી

500 ગ્રામ ચણાની દાળ,

છીણેલુ નારિયેળ,

આદુ મરચાંનુ પેસ્ટ,

ચપટી હિંગ, રાઈ,

કોથમીર, તેલ,

મીઠુ (સ્વાદઅનુસાર)

ખાવાનો સોડા અડધી ચમચી (ઈનો)

બનાવવાની રીત

પહેલા તો તમે ચણાની દાળને રાત્રે પલાળી મૂકો. સવારે તેનુ પાણી નિતારી વાટીને તેમાં તેલ અને સોડા નાખી ખૂબ ફીણો.એ થઈ જાય એટલે તેમાં આદુ-મરચાનુ પેસ્ટ અને મીઠુ નાખી આથો આવવા દો. આથો આવ્યા પછી થાળીમાં તેલ લગાવી ખીરાને પાથરી વરાળથી બાફી લો.

10 મિનિટ ઠંડુ થયા પછી તેને ચોરસ કાપી લો. એક કઢાઈમાં તેલ તપાવી રાઈ-હિંગ વઘાર કરો.

આ તેલને ખમણ પર નાખી સારી રીતે હલાવી લો. સમારેલી કોથમીર અને કોપરાનુ છીણ ભભરાવી દો. તો તૈયાર છે ખમણ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.