Not Set/ પ્રિયંકા ચોપડાના જવાબ પર ભડકી PAK મંત્રી, UNICEFથી હટાવની કરી માંગ

બોલિવૂડની દેશી ગર્લ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ફેમસ થઈ ગઈ છે. એટલુ જ નહીં, પ્રિયંકા સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સદભાવના રાજદૂત પણ છે. તાજેતરમાં, લોસ એન્જેલીસમાં એક ઇવેન્ટ દરમિયાન, જ્યારે એક પાકિસ્તાની મહિલાએ પ્રિયંકાને પાખંડી ગણાવી હતી, ત્યારે અભિનેત્રીએ એટલો સારો પ્રતિસાદ આપ્યો હતો કે હોલ સીટી અને તાળીઓના અવાજથી ગુંજી ઉઠ્યો હતો. હવે, પ્રિયંકાના આ જ […]

Uncategorized

બોલિવૂડની દેશી ગર્લ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ફેમસ થઈ ગઈ છે. એટલુ જ નહીં, પ્રિયંકા સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સદભાવના રાજદૂત પણ છે. તાજેતરમાં, લોસ એન્જેલીસમાં એક ઇવેન્ટ દરમિયાન, જ્યારે એક પાકિસ્તાની મહિલાએ પ્રિયંકાને પાખંડી ગણાવી હતી, ત્યારે અભિનેત્રીએ એટલો સારો પ્રતિસાદ આપ્યો હતો કે હોલ સીટી અને તાળીઓના અવાજથી ગુંજી ઉઠ્યો હતો. હવે, પ્રિયંકાના આ જ જવાબને વિવાદમાં ફેરવતા પાકિસ્તાનના માનવાધિકાર પ્રધાન શીરીન મઝારીએ પ્રિયંકાને સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સદભાવના પદેથી હટાવવાની માંગ કરી છે.

મઝારીએ એક ટ્વિટમાં કહ્યું હતું કે પ્રિયંકાએ યુદ્ધોમદ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો, યુનિસેફે તુરંત જ પ્રિયંકા ચોપરાને તેના રાજદૂત તરીકે દૂર કરવા જોઈએ, કેમ કે તેમણે ભારતીય સૈન્ય અને નબળી મોદી સરકારને સ્પોર્ટ આપ્યો છે. જો કરવામાં નહીં આવે, તો આવી નિમણૂકો એક તમાશો બનીને રહેશે. યુનિસેફે ચોક્કસપણે ધ્યાન આપવું જોઈએ કે આ માનદ હોદ્દા માટે કોની નિમણૂક કરી રહી છે.

પાકિસ્તાની મંત્રીની આ નારાજગીનું કારણ, પ્રિયંકાએ પાકિસ્તાની યુવતીને આપેલ યોગ્ય જવાબ છે. આયેશા મલિક નામની આ યુવતીએ પ્રિયંકા પર આરોપ લગાવ્યો હતો કે તેણે પુલવામા હુમલા બાદ ભારતીય વાયુસેનાની તરફેણમાં ટ્વીટ કરીને પાકિસ્તાન વિરુદ્ધ પરમાણુ યુદ્ધની ધમકી આપી હતી અને તેને આવું ન કરવું જોઈએ.

પ્રિયંકા ચોપડાએ આખો પ્રશ્ન સાંભળ્યા બાદ જવાબ આપતા કહ્યું કે મારે ઘણા ચાહકો છે અને પાકિસ્તાનમાં પણ મારા પ્રશંસકો પૂરતા છે, તે માટે તમારો ખૂબ ખૂબ આભાર. હું ભારતની છું જંગ એ કોઈપણ સમસ્યાનું સમાધાન નથી, કે હું તેના પક્ષમાં નથી, પણ હું દેશભક્ત છું. જો તમને કંઈપણ દુખ થયું હોય તો હું માફી માંગું છું. તેણે છોકરીને તેના પર ચીલવીને  ન બોલાવવા માટે કહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.