Not Set/ પ્રીતી ઝીંટાની કંપનીએ ચંદીગઢમાં ઓફિસ શું ખોલી આવી ગઇ મુશ્કેલીમાં

ચંદીગઢ જાણીતી અભિનેત્રી પ્રીતિ ઝીંટાની કંપની કેપીએચ ડ્રીમ ક્રિકેટ પ્રાઇવેટ લિમિટેડ પર હવે કોર્ટમાં કેસ ચાલે તેવી સ્થિતિ ઉભી થઇ છે. ચંદીગઢના ડૉક્ટર સુભાષ સતીજાએ એવો આક્ષેપ કર્યો છે કે તેમણે પ્રીતીની આ કંપનીને પોતાની કોઠી રહેવાના હેતુસર આપી હતી પરંતું કંપનીએ ત્યાં ઓફિસ ખોલી નાંખતા ટેક્સનું મોટુ બીલ આવ્યું હતું.ચંદીગઢની સ્ટેટ ઓફિસે ડોક્ટર સુભાષ સતીજાને […]

Uncategorized

ચંદીગઢ

જાણીતી અભિનેત્રી પ્રીતિ ઝીંટાની કંપની કેપીએચ ડ્રીમ ક્રિકેટ પ્રાઇવેટ લિમિટેડ પર હવે કોર્ટમાં કેસ ચાલે તેવી સ્થિતિ ઉભી થઇ છે. ચંદીગઢના ડૉક્ટર સુભાષ સતીજાએ એવો આક્ષેપ કર્યો છે કે તેમણે પ્રીતીની આ કંપનીને પોતાની કોઠી રહેવાના હેતુસર આપી હતી પરંતું કંપનીએ ત્યાં ઓફિસ ખોલી નાંખતા ટેક્સનું મોટુ બીલ આવ્યું હતું.ચંદીગઢની સ્ટેટ ઓફિસે ડોક્ટર સુભાષ સતીજાને 38 લાખ રૂપિયાના બાકી ટેક્સની નોટિસ મોકલી આપી છે.

જો કે આ હવે આ રૂપિયા કંપની પાસેથી વસુલવા માટે ડોક્ટરે કોર્ટના દ્રારા ખખડાવ્યા છે.ડો.સતીજાએ જિલ્લા કોર્ટમાં કંપની સામે સિવિલ સુટ ફાઈલ કર્યો છે. સતીજાના સિવિલ સુટ ડિસમીસ કરવા માટે  કંપનીએ કોર્ટમાં અરજી આપી હતી જેને નકારી કાઢવામાં આવી હતી. હવે આ કેસની આગામી સુનાવણી માટે કોર્ટે જુલાઇ 23મી તારીખ નક્કી કરી છે.

બીજી તરફ કંપની એવી દલીલ કરે છે કે તેમણે ડોક્ટર સતીજાની કોઠીમાં ઓફિસ ખોલી ન હતી પરંતુ અધિકારીઓને રહેવા માટે તેનો ઉપયોગ કર્યો હતો.

કંપનીનું કહવું છે કે, જ્યારે આઇપીએલ મેચો ચાલી રહી હતી ત્યારે અધિકારીઓને અહીં રોકવામાં આવતા હતા. કંપનીના જણાવ્યા મુજબ, ડોક્ટર સતીજા તેની કોઠી વેચવા માગતા હતા, પરંતુ જ્યારે એસ્ટેટની કચેરીએ તેમને બાકીના 38 લાખની રકમ ચૂકવવા કહ્યું, ત્યારે તેમને કહ્યું હતું કે કંપની તેના માટે જવાબદાર છે.

હવે આ તકરારને લઇને કોર્ટમાં કેસ ચાલશે.