મુંબઇ,
કબીર ખાનની આગામી ફિલ્મ રણવીર સિંહ સ્ટારર ’83’ ની રિલીઝ ડેટ સામે આવી ચુકી છે. આ ફિલ્મમાં રણવીર સિંહ ક્રિકેટર કપિલ દેવની ભૂમિકા નિભાવી રહ્યા છે. જણાવી દઈએ કે ફિલ્મ ’83’ કપિલ દેવની લાઈફ પર આધારિત છે. ફિલ્મમાં ભારતીય ક્રિકેટ ટીમના પહેલીવાર વર્લ્ડ કપ જીતવાના સફરને બતાવામાં આવશે.
મેકર્સે એક ટીઝર દ્રારા ’83’ની રિલીઝ ડેટ જાહેર કરી છે. આપને જણાવી દઈએ કે આ ફિલ્મ 10 એપ્રિલ 2020 ના રોજ રિલીઝ થશે. સમાચાર છે કે ફિલ્મ માટે પોતે કપિલ દેવ રણવીર સિંહને તાલીમ આપશે. મેકર્સે વીડીયોમાં એ પણ જણાવ્યું છે કે તેઓ ટૂંક સમયમાં જ ફિલ્મના અન્ય કલાકારોને ઇન્ટ્રોડ્યુસ કરશે.
The reel squad of ’83 World Cup is taking the field! Make way for the #CastOf83!@RanveerOfficial @kabirkhankk @RelianceEnt @MadhuMantena @vishinduri #Relive83 pic.twitter.com/Ah8qjfec5w
— 83 (@83thefilm) January 22, 2019
આ ફિલ્મ ભારતીય ક્રિકેટ ટીમની ઇતિહાસિક જીતને પડદા પર ઉતરશે. આ જ કારણ છે કે બોલિવૂડ ફેન્સ સાથે સાથે ક્રિકેટ ફેન્સ પણ આ ફિલ્મની રાહ જોઈ રહ્યો છે. ટૂંક સમયમાં જ ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. ચર્ચા એ પણ છે કે ફિલ્મની ફિમેલ લીડ માટે દિપીકા પાદુકોણ લેવામાં આવી શકે છે.
