Not Set/ સુરજ પંચોલીના સાથે રોમાન્સ કરતી જોવા મળશે રીયા ચક્રવર્તી

મુંબઈ  ફિલ્મ ‘હિરો’થી બોલિવૂડ કરીયરની શરુઆત કરનાર અભિનેતા સુરજ પંચોલી હવે ‘મુબારકાં’ ફિલ્મના પ્રોડ્યુસર મુરાદ ખેતાનીની આગામી ફિલ્મમાં નજરે પડશે. આ ફિલ્મમાં સુરજ સાથે વર્ષ 2017માં રીલીઝ થયેલ ‘બેંકચોર’ ફિલ્મની અભિનેત્રી રીયા ચક્રવર્તી નજરે પડશે. જોકે, આ ફિલ્મનુ નામ હજી જાહેર કરાયુ નથી. આ ફિલ્મની વાર્તા એ સૈનિકોની આસપાસ ફરતી હશે જે કાશ્મીરથી લઈને કન્યાકુમારી […]

Uncategorized

મુંબઈ 

ફિલ્મ ‘હિરો’થી બોલિવૂડ કરીયરની શરુઆત કરનાર અભિનેતા સુરજ પંચોલી હવે ‘મુબારકાં’ ફિલ્મના પ્રોડ્યુસર મુરાદ ખેતાનીની આગામી ફિલ્મમાં નજરે પડશે. આ ફિલ્મમાં સુરજ સાથે વર્ષ 2017માં રીલીઝ થયેલ ‘બેંકચોર’ ફિલ્મની અભિનેત્રી રીયા ચક્રવર્તી નજરે પડશે. જોકે, આ ફિલ્મનુ નામ હજી જાહેર કરાયુ નથી.

આ ફિલ્મની વાર્તા એ સૈનિકોની આસપાસ ફરતી હશે જે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીની યાત્રા પર છે. આ ફિલ્મમાં પોતાના પાત્રને ન્યાય આપવા માટે સુરજ પંચોલી આકરી ટ્રેનિંગ લઈ રહ્યો છે અને તેણે પોતાની હેરસ્ટાઈલ પણ સૈનિક જેવી જ કરાવી છે. ફિલ્મનુ શુટિંગ ઓક્ટોબરના અંત સુધી કાશ્મીરમાં શરુ કરવામાં આવશે.

આ ફિલ્મ ઉપરાંત અભિનેત્રી રીયા ચક્રવર્તી મુકેશ ભટ્ટની ‘જલેબી’ ફિલ્મમાં પણ નજરે પડશે. પુષ્પદીપ ભારદ્વાજના નિર્દેશનમાં બનનાર આ ફિલ્મમાં ટેલીવિઝન દુનિયાના જાણીતી અભિનેત્રી દિગાંગના સુર્યવંશી પણ નજરે પડશે. મહત્વનુ છે કે, રીયા ચક્રવર્તીએ એક તેલુગુ ફિલ્મ પણ કરી હતી.જો કે ત્યારબાદ તેણે બોલિવૂડ કારકિર્દીની શરુઆત ફિલ્મ ‘મેરે ડેડ કી મારુતિ’થી કરી હતી.