મુંબઇ,
સલમાન ખાન અને શાહરુખ ખાન સ્ટારર ફિલ્મ ‘કરણ અર્જુન’ સુપરહિટ ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મ પછી આ બંને સ્ટાર્સ વચ્ચે રિયલ લાઈફમાં પણ ભાઈઓ જેવી બોન્ડિંગ જોવા મળી હતી. વચ્ચે ભેલ તેમના વચ્ચે ઉતાર-ચઢાવ આવ્યા હોય, પરંતુ એક વાર ફરી તેમની વચ્ચે રિલેશન મજબૂત બન્યો છે. જેનો પુરાવા તાજેતરમાં સલમાન દ્વારા શેર કરવામાં આવે એક વીડીયોમાં મળ્યો છે.
સલમાન ખાનને પોતાના ટ્વીટર હેન્ડલ પર એક વીડીયો શેર કર્યો છે. જેમાં ટીવી સ્ક્રીન પર ફિલ્મ ‘કરણ અર્જુન’નું ફેમસ સોંગ ‘યે બંધન તો પ્યાર ક બંધન હૈ’ પ્લે થતું દેખાય છે. વીડીયોના અંતમાં, કેમેરો ટીવીના જોડે ઉભેલા સલમાન અને શાહરુખ પર જાય છે જે ખુબ જ પ્યારા અંદાજમાં એક-બીજાના ખંભા પર હાથ રાખીને સ્માઈલ આપતા જોવા મળશે.
https://twitter.com/BeingSalmanKhan/status/1079317165403041792
વીડીયોને શેર કરતી વખતે સલમાન ખાનને લખ્યું, ‘કરણ + અર્જુન પ્યારી યાદો’. આના સાથે તેઓ શાહરુખ ખાનના ટ્વિટર હેન્ડલને પણ ટેગ કર્યું છે.
આપને જણાવી દઈએ કે શાહરુખ ખાનની ફિલ્મ ‘ઝીરો’ માં સલમાન ખાન એક ખાસ સોંગ ‘ઈશ્ક્બાઝ’ પણ શૂટ કર્યું હતું. જેમાં માટે શાહરુખે તેમને સોશિઅલ મીડિયા દ્વારા પણ ધન્યવાદ કહ્યું હતું.
