Not Set/ સલમાન ખાનના શો ‘દસ કા દમ’માં એક્ટર અનિલ કપૂર ભાવુક થઈને કોની માંગી માફી, જાણો

મુંબઈ અનિલ કપૂર સહિત રેસ -3 ની સમગ્ર ટીમ તાજેતરમાં ટીવી શો ‘દસ કા દમ’ના સેટ પર પહોંચી હતી. આ સમય દરમિયાન, સલમાન ખાન દ્વારા પૂછવામાં આવેલા એક સવાલએ દરેકને લાગણીશીલ કરી દીધા હતા. ખાસ કરીને અનિલ કપૂર, તે ભાવુક તો થયા અને સાથે સાથે તેમણે માફી પણ માંગી હતી. મળતા અહેવાલ મુજબ, સલમાન ખાનના […]

Entertainment

મુંબઈ

અનિલ કપૂર સહિત રેસ -3 ની સમગ્ર ટીમ તાજેતરમાં ટીવી શો ‘દસ કા દમ’ના સેટ પર પહોંચી હતી. આ સમય દરમિયાન, સલમાન ખાન દ્વારા પૂછવામાં આવેલા એક સવાલએ દરેકને લાગણીશીલ કરી દીધા હતા. ખાસ કરીને અનિલ કપૂર, તે ભાવુક તો થયા અને સાથે સાથે તેમણે માફી પણ માંગી હતી.

મળતા અહેવાલ મુજબ, સલમાન ખાનના ગેમ શોમાં પ્રશ્ન પૂછ્યો હતો કે કેટલા ટકા ભારતીયો દિવસમાં એકવાર તેમની માતાને ફોન કરે છે. આ પ્રશ્ન અનિલ કપૂરને ભાવુક કરી દીધા હતા.

https://instagram.com/p/BjwU9wxgH9L/?utm_source=ig_embed

અનિલ કપૂરે સ્વિકારતા જણાવ્યું કે હું મારી માતાની સાથે ખૂબ જ સમય પ્રસાર નથી કરી શકો.આટલું કહીને અનિલ કપૂરે તેમની માતાને નેશનલ ટીવી પર માફી માગી. આ માફી એટલા માટે હતી. કારણ કે તેઓ એક દિવસમાં પણ તેમની માતાને ફોન કરી શકતા નહતા.

આ પછી, અનિલ કપૂરે એક ઈન્ટરવ્યુંમાં વાતચીતમાં જણાવ્યું હતું કે, “મારી પત્ની હંમેશા કહે છે દરરોજ એકવાર માતાને અને મિત્રો સાથે સંપર્કમાં રહેવું જોઈએ. હું ટીવી પર મારી મમ્મીની માફી માગું છું કારણ કે અમે તેમને જેટલો પ્રેમ કરીએ છીએ તે બતાવી શકતા નથી.