મુંબઈ
બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન તેમની ફિલ્મ કિક-2નું શુટિંગ જલ્દી શરૂ કરવા જઈ રહ્યા છે હાલ સલમાન રેસ-3ના શુટીંગમાં વ્યસ્ત છે. માહિતી મળી રહી છે કે સલમાન ફિલ્મ રેસ-3ના શુટિંગ પૂરું કરીને ફિલ્મ કિક-2 અને દબંગ-3નું શુટિંગ શરૂ કરવાના છે કિક-2 પહેલા દબંગ-3બાદ કિક-2 શુટિંગ શરૂ કરશે.
ઉલ્લેખનીય છે કે ફિલ્મ કિક-2ને લઈને ઘણી માંલીતી મળી રહી છે આ ફિલ્મના નિર્માતા અને નિર્દશક એવા સાજિદ નડિયાદવાળાએ જણાવ્યું હતું કે આ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર થઈ ચુકી છે બસ હવે સલમાન આ ફિલ્મને અંતિમ રૂપ આપી રહ્યા છે. આ ફિલ્મના સિક્વલમાં સલમાનનો ડબલ રોલમાં જોવા નહી મળે અને આ ફિલ્મનો 3 પાર્ટ પણ બની શકે છે.જો આ ફિલ્મમાં નિર્મતા ઈચ્છે તો થઇ શકે છે.
મહત્વનું છે કે ફિલ્મ કિકમાં સલમાનને ડેવિલના રોલને દર્શકોએ ખુબજ પસંદ કર્યો હતો. કિકમાં સલમાનના એક્શનના કારણે ઘણા ફેમસ થયા હતા અને કિક-૨માં પણ સલમાન હાઇ-ઓક્ટેન સાથે જોવા મળશે.
