મુંબઇ
બોલીવુડના સુપરસ્ટાર ચુલબુલ પાંડે એટલે કે સલમાન ખાને 16 ફેબ્રુઆરીના દિવસે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ૨૫ વર્ષ પુરા કર્યા છે. સલમાનની પહેલી ફિલ્મ બીબી હો તો એસીમાં રેખાના દિયરની ભૂમિકામાં જોવા મળ્યો હતો ત્યારે બાદ સલમાનની ફિલ્મ મેને પ્યાર કિયામાં મુખ્ય ભૂમિકા ભજવી દર્શકોના દિલમાં અનેરું સ્થાન મેળ્યું હતું. આ ફિલ્મમાં સલમાન અને ભાગ્યશ્રી સાથે જોવા મળ્યા હતા.
આ જાણીએ સલમાન ખાનની ઘણી એવી ફિલ્મો વિશે કે જેનું શુટિંગ શરૂ તો થયું પણ ફિલ્મ રીલીઝ નથી થઇ
સલમાન ખાનની ફ્લોપ ફિલ્મ પણ ઓછામાં ઓછા ૧૦૦ કરોડની કમાણી તો કરે જ છે પરંતુ સલમાનની બીજી ઘણી ફિલ્મો છે કે જેનું શુટિંગ શરૂ તો થયું પણ કોઈ કારણસર ફિલ્મ રીલીઝ ન થઇ શકી જેમ કે રણક્ષેત્ર, એ મેરે દોસ્ત, બુલંદી, રજુ-રાજા-રામ જેવી ફિલ્મોનું શુટિંગ તો કરવામાં આવ્યું પરંતુ રીલીઝ ન થઇ શકી.
રણક્ષેત્ર: સલમાનની ફિલ્મ મેને પ્યાર કિયાની સફળતા બાદ ફરી સલમાન અને ભાગ્યશ્રીને સાથે કામ કરવાની ફરી તક ફિલ્મ રણક્ષેત્રમાં મળી હતી.પરંતુ આ ફિલ્મના શુટિંગ દરમિયાન ભાગ્યશ્રીએ તેના પ્રેમી હિમાલય દાસાની સાથે લગ્ન કરી લીધા હતા. તેથી રણક્ષેત્ર અભરાઇ પર ચડી ગઈ.
એ મેરે દોસ્ત: આ ફિલ્મમાં સલમાન ખાન સાથે અરબાઝ ખાન અને કરિશ્મા કપૂર સાથે કામ કરવાના હતા. આ ફિલ્મમાં સોંગ પણ રેકોડીંગ કરવામાં આવ્યા હતા આ ફિલ્મમાં સલમાન અને દિવ્ય ભરતીની મુખ્ય ભૂમિકા હતી. જો કે કોઈ કારણોસર આ ફિલ્મ ન થઇ શકી માટે આ ફિલ્મના સોંગ સલમાની બીજી ફિલ્માં લઇ લેવામાં આવ્યા.
બુલંદી: આ ફિલ્મમાં સલમાન અને તેની ગર્લફ્રેન્ડ સોમી અલી જોડી સાથે જોવા મળવાની હતી. પરંતુ બીજી ફિલ્મોની જેમ આ ફિલ્મનું પણ શુટિંગ અર્ધ વચ્ચે છોડી દેવામાં આવ્યું.
રજુ-રાજા-રામ: આ ફિલ્મમાં સલમાન ખાનની કોમેડી ફિલ્મ હતી. જેમાં નિર્દેશન ડેવિડ ધ્વન કેવાના હતા. અને આ ફિલ્મમાં સલમાન સાથે મનિષા કોઈરાલા, ગોવિંદા અને જેકી શ્ર્રોફ કામ કરવાના હતા પરંતુ બજેટ ઓછું હોવાથી આ ફિલ્મ અર્ધ વચ્ચે પૂરી કરવામાં આવી હતી.