Not Set/ ભારતમાં ૬૪ કરોડની કમાણી કરનાર આ ફિલ્મે ચીનમાં કરી અધધધધ ૭૫૦ કરોડની કમાણી

નવી દિલ્હી ‘ સીક્રેટ સુપરસ્ટાર ‘ ની ચીનમાં વધતી જ રહેણી કમાણી પરથી આમીર ખાનએ સાબિત કરી દીધું કે તે બોક્સ ઓફીસનો બાદશાહ છે. આમીર ખાન અને જાયરા વસીમની આ ફિલ્મને ચીનમાં રિલીઝ થયા તેને ચાર અઠવાડિયા થઇ ગયા છે તેમ છતાં હજુ પણ દર્શકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. ‘ સીક્રેટ સુપરસ્ટાર ‘ ફિલ્મએ ચીનમાં […]

Entertainment

નવી દિલ્હી

સીક્રેટ સુપરસ્ટાર ‘ ની ચીનમાં વધતી જ રહેણી કમાણી પરથી આમીર ખાનએ સાબિત કરી દીધું કે તે બોક્સ ઓફીસનો બાદશાહ છે.

આમીર ખાન અને જાયરા વસીમની આ ફિલ્મને ચીનમાં રિલીઝ થયા તેને ચાર અઠવાડિયા થઇ ગયા છે તેમ છતાં હજુ પણ દર્શકોનો ઘસારો જોવા મળી રહ્યો છે.

‘ સીક્રેટ સુપરસ્ટાર ‘ ફિલ્મએ ચીનમાં ૨૮ દિવસમાં ૧૧.૭૬ કરોડ ડોલર એટલે કે ૭૫૦ કરોડની કમાણી કરી ચુક્યું છે.

આમીર ખાન એક માત્ર એવા અભિનેતા છે કે જેની એક નહિ પણ ત્રણ ફિલ્મ દુનિયાની બોક્સ ઓફીસ પર ટોપ-૩ પોઝીશન પર છે.જેમાં પહેલા નંબર પર ‘ દંગલ (૨૦૧૬) બીજા નંબર પર ‘ સીક્રેટ સુપરસ્ટાર(૨૦૧૭) ‘અને ત્રીજા નંબર પર ‘ પીકે(૨૦૧૪) ફિલ્મ છે.

આ ત્રણ ફિલ્મનો આમીર ખાન એ એવો રેકોર્ડ બનાવી દીધો છે કે જે બાકીના બીજા બે ખાન માટે તોડવો અસંભવ બની શકે છે.

તમને જણાવી દઈએ કે ભારતમાં ‘સીક્રેટ સુપરસ્ટાર’ ફિલ્મએ ભારતમાં ૬૪ કરોડ , ચીનમાં ૭૬૮ કરોડ અને જો આખી દુનિયાનું જોવા જોઈએ તો અત્યાર સુધીમાં ૧૪૦ મિલિયન ડોલર એટલે કે ૯૨૩ કરોડની કમાણી કરી ચુકી છે.