મુંબઇ,
તાજેતરમાં જ રિલીઝ થયેલી શાહરુખ ખાનની ફિલ્મ ‘ઝીરો’ માં સલમાન ખાન પણ જોવા મળી રહ્યા છે. ફિલ્મમાં શાહરુખ અને સલમાન ખાન એકબીજા સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે અને જેને જોઇને ચાહકો પણ બહુ ખુશ થયા છે. શાહરુખ અને સલમાનને સાથે જોવાએ ફેન્સ માટે હંમેશાં એન્ટરટેનિંગ અને એક્સાઇટિંગ હોય છે. કેટલાક સમય પહેલા બોલિવૂડના બંને ખાન્સ વચ્ચે અણબનાવ હતી પરંતુ હવે કડવાશ ભુલાવી બંને સ્ટાર્સ ફરીથી ફેન્સ બની ગયા છે. તેમની આવી જ કેમિસ્ટ્રી એક વખત ફરીથી જોવા મળી રહી છે.
![]()
શાહરૂખ ખાન અને સલમાન ખાનનો એક વીડીયો સોશિઅલ મીડિયા પર ખૂબ જવાયરલ થઇ રહ્યો છે. આ વીડીયોમાં સલમાન ખાન અને શાહરૂખ ‘પ્યાર હમે કિસ મોડ પર લે આવ્યા’ગીત ગાતા જોવા મળી રહ્યા છે. સોંગ ગાતા સલમાન અને શાહરૂખ મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યા છે.
Epic stuff! This video of @beingsalmankhan and @iamsrk jamming together is sure to make your day. pic.twitter.com/pg12MweGAG
— Filmfare (@filmfare) December 28, 2018
આપને જણાવી દઈએ કે હાલમાં જ શાહરૂખ ખાનની ફિલ્મ ‘ઝીરો’ રિલીઝ થઇ છે જેમાં શાહરૂખ ઉપરાંત કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા પણ છે.
