Not Set/ લોકોને મતદાન માટે જાગ્રત કરવા કિંગખાનનો હટકે અંદાજ, ગાયું આ રેપ સોન્ગ

દેશમાં લોકસભાની ચૂંટણીનાં ત્રણ તબક્કા પૂર્ણ થયા છે ત્યારે હજુ પણ ચાર તબક્કા બાકી હોવાથી દેશના દિગ્ગજ નેતાઓ વધુને વધુ મતદાન થાય તે માટે કોઇને કોઇ માધ્યમથી દેશના નાગરિકને મહત્તમ વોટ માટે પ્રેરિત કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે. જણાવી દઇએ કે અંદાજે એક મહિના પહેલા વડાપ્રધાન મોદીએ બોલિવુડ એકટર્સને મહત્તમ મતદાન માટે લોકોને અપીલ […]

Uncategorized
શાહરુખ ખાન લોકોને મતદાન માટે જાગ્રત કરવા કિંગખાનનો હટકે અંદાજ, ગાયું આ રેપ સોન્ગ

દેશમાં લોકસભાની ચૂંટણીનાં ત્રણ તબક્કા પૂર્ણ થયા છે ત્યારે હજુ પણ ચાર તબક્કા બાકી હોવાથી દેશના દિગ્ગજ નેતાઓ વધુને વધુ મતદાન થાય તે માટે કોઇને કોઇ માધ્યમથી દેશના નાગરિકને મહત્તમ વોટ માટે પ્રેરિત કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે. જણાવી દઇએ કે અંદાજે એક મહિના પહેલા વડાપ્રધાન મોદીએ બોલિવુડ એકટર્સને મહત્તમ મતદાન માટે લોકોને અપીલ કરવા કહ્યું હતું.

જો કે કિંગ ખાને લોકોને વોટ કરવા માટે પ્રેરિત કરવા માટે હટકે અંદાજ અપનાવ્યો છે. જી હા, બોલિવૂડના કિંગખાને લોકોને મત આપવા પ્રેરિત કરવા એક રેપ સોન્ગ ગાયું છે.

અગાઉ માર્ચ મહિનામાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શાહરુખ ખાન, અમિતાભ બચ્ચન, કરણ જોહર, આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણ સહિત અનેક બોલિવૂડની સેલિબ્રિટીઓને દેશની જનતાને વોટ કરવા માટે જાગ્રત કરવા કહ્યું હતું. આ દરેક સેલિબ્રિટીઓએ પીએમની વાત માનીને લોકોને વોટ કરવા માટે અપીલ કરી હતી, પરંતુ શાહરુખ ખાને કંઈક હટકે કરીને બતાવ્યું છે.

22 એપ્રિલે શાહરૂખે તેના ટ્વિટર એકાઉન્ટ પર ‘ઈટ્સ ટાઈમ ટુ વોટ’ નામનો રેપ વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં એણે લોકોને મતદાન માટે જાગ્રત કરવા માટે ગાયેલું રેપ સોંગ છે. આ વીડિયોની સાથે તેણે કહ્યું કે, પીએમ સાહેબ નરેન્દ્ર મોદીએ કંઈક ક્રિએટિવ કરીને લોકોને વોટ માટે જાગ્રત કરવાનું કહ્યું હતું. મારે વિડીયો બનાવવામાં થોડું મોડું થઇ ગયું પરંતુ તમે વોટ આપવામાં મોડું ન કરતા. વોટિંગ માત્ર આપણો અધિકાર જ નહિ, પરંતુ પાવર પણ છે.

શાહરુખની આ ટ્વીટનો જવાબ આપતાં પીએમ મોદીએ લખ્યું કે, ફેન્ટાસ્ટિક એફર્ટ. મને આશા છે કે ભારત દેશના લોકો, તેમાં પણ સ્પેશ્યલી ફર્સ્ટ ટાઈમ વોટર્સ તમારી આ વિનંતીનું માન રાખશે અને મોટી સંખ્યામાં વોટ કરવા માટે જશે.

ઉલ્લેખનીય છે કે શાહરુખ ખાનનો ‘ઈટ્સ ટાઈમ ટુ વોટ’ નામનો રેપ વીડિયો યુટ્યૂબ પર અત્યાર સુધી સાડા ત્રણ લાખથી પણ વધારે વખત જોવાઈ ચૂક્યો છે. રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ હેઠળ બનેલા આ વીડિયોને પરાક્રમ સિંહ રાઠોડે ડિરેક્ટ કર્યો છે, જ્યારે તેના શબ્દો અબ્બી વિરલે લખ્યા છે.

જુઓ સંપૂર્ણ રેપ સોંગનો વીડિયો