મુંબઈ,
શાહરૂખ ખાનને લઈને ઘણા સમયથી ચર્ચા થઇ રહી હતી કે તેઓ રાકેશ શર્માની બાયોપિકનો એક ભાગ હશે પરંતુ તેઓ પોતે હજુ સુધી આ વિશે કંઈ જણાવ્યું નથી જોકે હવે કન્ફર્મ થઇ ચુક્યું છે કે શાહરૂખ ખાન જ રાકેશ શર્માની બાયોપિક ભાગ હશે અને ફિલ્મનું નામ ‘સેલ્યુટ’ રાખવામાં આવ્યું હતું, હવે અંતત: ફિલ્મનું નામ ‘સારે જહાં સે અચ્છા’ રાખવામાં આવ્યું છે.

આપને જાણવી દઈએ કે આ ફિલ્મનું શુટિંગ આવતા વર્ષે ફ્રેબ્રુઆરીમાં શરુ કરવામાં આવશે. હાલતો શાહરૂખ ખાન તેમનું સંપૂર્ણ ધ્યાન તેમની આગામી ફિલ્મ ‘ઝીરો’માં આપી રહ્યા છે. કેમકે ‘ઝીરો’ તેમના કરિયરની સૌથી મોંધી ફિલ્મ છે અને પહેલીવાર તેઓ ઠીંગુજીની ભૂમિકા નિભાવી રહ્યા છે.

શાહરૂખ ખાનની ફિલ્મ ‘સારે જહાં સે અચ્છા’નું નિર્માણ સિદ્ધાર્થ રોય કપૂર દ્રારા કરવામાં આવશે અને મૂવીનું નિર્દેશન મહેશ મથાઈ કરશે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ પહેલા આમીર ખાનને ઓફર કરવામાં આવી હતી. જોકર તેઓ એક સામન્ય વિષય પર કામ કરી રહ્યા છે તો તેઓએ આ ફિલ્મ માટે શાહરૂખ ખાનનું નામ મેકર્સને જણાવ્યું. મેકર્સે પણ શાહરૂખ ખાનને લઈને આ ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો પરંતુ શાહરૂખ ખાનને નક્કી કર્યું હતું કે તે તેમની ફિલ્મ ‘ઝીરો’ રિલીઝ થયા પછી તેઓ તેમની આગામી ફિલ્મ વિશે જાહેરાત કરશે. એજ રીતે જેમકે આમીર ખાનને તેમની ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ની રિલીઝ પછી તેમની આગામી ફિલ્મની જાહેરાત કરશે.

જણાવતા જઈએ કે શાહરુખ ખાને રાકેશ શર્માના પ્રારંભિક રાઉન્ડની તૈયારી શરૂ કરી દીધી છે. તેમની સ્પેશિયલ ઇફેક્ટ્સ ટીમે પ્રારંભિક તબક્કાનું કેટલાક નમૂનાઓ બનાવવાનું શરૂ કર્યું છે, જેથી શાહરૂખ ‘ઝીરો’ થી મુક્ત થયા પછી તે ફિલ્મ સાથે જોડાઈ જશે. હાલમાં ફિલ્મની રિલીઝ તારીખ વિશેની માહિતી જાણીતી નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે આ ફિલ્મ દિવાળીમાં આગામી વર્ષે રજૂ થશે.

શાહરુખ હાલ તેમની આગામી ફિલ્મ ‘ઝીરો’માં વ્યસ્ત છે. તે આ ફિલ્મ માટે ઘણા દિવસોથી તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મ આનંદ એલ. રાય દિગ્દર્શિત કરી છે, જે આ વર્ષે 21 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે.
