Not Set/ રાંચીમાં રહી પાકિસ્તાનની જાસૂસી કરતાં એક ડઝન વ્યક્તિની ATS એ કરી ધરપકડ

રાંચી, રાંચીમાં ચાલી રહેલી દેશદ્રોહી ગતિવિધિઓ અને ગુપ્ત માહિતીઓને લીક કરવાના ખેલનો ATS (એન્ટી ટેરેરિસ્ટ સ્કવોડ) દ્વારા પદાર્ફાશ કરવામાં આવ્યો છે. એટીએસે રાંચીમાં બે સ્થળે દરોડા પાડી પાકિસ્તાન માટે જાસૂસી કરી રહેલા 12 શખ્સોને પકડી પાડયા છે. આ પકડાયેલા લોકો રાંચીમાં ટેલિકોમ કંપનીનો ટાવર લગાવીને સિમબોક્સ ચલાવી રહ્યા હતાં. જેને દુબઈથી ઓપરેટ કરવામાં આવતો હતો. […]

Top Stories India Trending
A dozen People Spying for Pakistan were Arrested by ATS from Ranchi

રાંચી,

રાંચીમાં ચાલી રહેલી દેશદ્રોહી ગતિવિધિઓ અને ગુપ્ત માહિતીઓને લીક કરવાના ખેલનો ATS (એન્ટી ટેરેરિસ્ટ સ્કવોડ) દ્વારા પદાર્ફાશ કરવામાં આવ્યો છે. એટીએસે રાંચીમાં બે સ્થળે દરોડા પાડી પાકિસ્તાન માટે જાસૂસી કરી રહેલા 12 શખ્સોને પકડી પાડયા છે.

આ પકડાયેલા લોકો રાંચીમાં ટેલિકોમ કંપનીનો ટાવર લગાવીને સિમબોક્સ ચલાવી રહ્યા હતાં. જેને દુબઈથી ઓપરેટ કરવામાં આવતો હતો. સિમબોક્સનો ઉપયોગ રાંચીથી કાશ્મીર સહિત દેશના અલગ અલગ વિસ્તારોમાં સાંપ્રદાયિક હિંસા ફેલાવવા, રમખાણો કરાવવા ઉપરાંત ગુપ્ત માહિતીઓને લીક કરવા માટે કરવામાં આવતો હતો.

એટીએસ દ્વારા રાંચી ઉપરાંત જમશેદપુર, ધનબાદ, જામતાડા અને પાકુડમાં પણ આ અંગેની કાર્યવાહી ચાલી રહી છે. બે ડઝનથી વધુ ટીમ આ અંગેના દરોડાની કાર્યવાહીમાં લાગેલી છે. જો કે પોલીસ અધિકારી આ અંગે કશું બોલી રહ્યા નથી અને તેઓ ચુપકીદી સેવી રહ્યા છે. આ ગેંગને પકડવા માટે એટીએસ જ નહી સીઆઈડી અને સ્પેશ્યલ બ્રાન્ચ પણ જોતરાઈ છે. આ ગેંગ પર ઈન્ટરપોલની નજર હતી.

એક ખાસ અભિયાન દરમિયાન એટીએસની ટીમે રાંચીના કાંટાટોલી અને કાંકે રોડ વિસ્તારમાં દરોડા પાડીને એક ડઝન શખ્સોને પકડી પાડ્યા હતા. એટીએસ એસપી સહિત અનેક અધિકારીઓ દ્વારા પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. આ શખ્સો પાસેથી 10 હજાર સીમકાર્ડ અને સિમબોક્સ મળી આવ્યા છે.

એટીએસ દ્વારા કરાયેલી અત્યાર સુધીની પૂછપરછમાં એવી જાણકારી મળી છે કે, એક જ વ્યક્તિના નામે 10 હજાર સીમકાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યા હતા. સિમબોક્સના સંચાલકોએ પોતાના રહેઠાણ ઉપર પણ ટાવર ઉભો કરેલો હતો. આ ટાવર દ્વારા દેશદ્રોહી પ્રવૃતિઓ અને ગુપ્ત માહિતીઓને લિક કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે.

આ મામલે એટીએસ દ્વારા આ શખ્સોની તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત અન્ય સ્થળોએ પણ આ મામલે દરોડા પાડવામાં આવી રહ્યા છે.