Not Set/ કેન્સર સામે લડત આપી રહેલી સોનાલી બેન્દ્રે એ પોસ્ટ કર્યો ફોટો પોતાના દીકરા સાથે, સાથે લખ્યો આ ભાવુક મેસેજ

મુંબઈ  કેન્સર જેવી બીમારી સામે લડત આપવી એ કઈ નાની વાત નથી. બોલીવુડ ની જાણીતી હિરોઈન સોનાલી બેન્દ્રે કેન્સર નો શિકાર બની છે અને હાલ તે એનો ઈલાજ કરવી રહી છે. થોડા સમય પહેલા જ આ વાત સામે આવી અને સોનાલી બેન્દ્રે એ આ વાત સોશિયલ મીડિયા પર કહી હતી અને એમ પણ કહ્યું હતું […]

Uncategorized
mahi ghj e1532007046412 કેન્સર સામે લડત આપી રહેલી સોનાલી બેન્દ્રે એ પોસ્ટ કર્યો ફોટો પોતાના દીકરા સાથે, સાથે લખ્યો આ ભાવુક મેસેજ

મુંબઈ 

કેન્સર જેવી બીમારી સામે લડત આપવી એ કઈ નાની વાત નથી. બોલીવુડ ની જાણીતી હિરોઈન સોનાલી બેન્દ્રે કેન્સર નો શિકાર બની છે અને હાલ તે એનો ઈલાજ કરવી રહી છે. થોડા સમય પહેલા જ આ વાત સામે આવી અને સોનાલી બેન્દ્રે એ આ વાત સોશિયલ મીડિયા પર કહી હતી અને એમ પણ કહ્યું હતું કે મારી સાથે મારો પરિવાર અને મિત્રો છે જે મારી ઢાલ બનીને મારી પડખે ઉભા છે.

જે હિંમત અને ધીરજથી સોનાલી બેન્દ્રે કેન્સર જેવી જાનલેવા બીમારીને લડત આપી રહી છે એ ખરેખર સરાહનીય છે. કેન્સર બાદ એને પોતાના નવા હેર કટ નો ફોટો શેર કર્યો હતો અને લખ્યું હતું કે , આ મારી અદા છે કેન્સર સામે લડવાની અને હવે એણે પોતાના 12 વર્ષના દીકરા રણવીર સાથેનો ફોટો શેર કર્યો છે જેના પર એમણે ખુબ ભાવુક મેસેજ લખ્યો છે. આ મેસેજ વાંચીને દરેકનું દિલ દ્રવી ઉઠે. એણે આ પોસ્ટમાં પોતાના ૧૨ વર્ષના દીકરા વિષે લખ્યું છે કઇક આવું.

તેણે લખ્યું છે કે, ‘ આજથી ઠીક 12 વર્ષ, 11 મહિના અને 8 દિવસ પહેલા રણવીર જન્મ્યો હતો અને એ પછી એ મારા દિલ પર રાજ કરવા લાગ્યો. ત્યારબાદ મેં અને ગોલ્ડી એ જે પણ કઈ કર્યું એ બધાના સેન્ટરમાં માત્ર દીકરાની ખુશી અને સુખ જ હોતું હતું અને જયારે મારી આવડી મોટી બીમારી વિશેની ખબર પડી મને ત્યારે સૌથી મોટી મુશ્કેલી એ હતી કે આ વાત એને કઈ રીતે કરવી અને શું કહેવું. અમે એને પ્રોટેક્ટ કરવા માંગતા હતા પણ એને આ વાત કહેવી પણ એટલી જ અગત્યની હતી. અમે હમેશા એની સાથે ઈમાનદાર રહ્યા હતા અને આ વખતે પણ એ બદલવાનું ન હતું. એણે આ ન્યુઝ ને ખુબ જ મેચ્યોર રીતે લીધા અને તરત જ એ મારી શક્તિ અને પોઝીટીવીટી બની ગયો. અને હવે અમુક પરિસ્થિતિમાં અમારા બન્નેનો રોલ ઉલટો થઇ જાય છે, એ ઘણી વાતો મને યાદ અપાવે છે અને અમુક વસ્ત કરવાનું કહે છે, એ મારા પેરેન્ટ તરીકે વર્તે છે અમુક વાર. હું માનું છુ કે બાળકોને આવી પરીથીતીમાં ઇન્વોલ્વ કરવા જોઈએ. અગત્યની વાત એ છે કે ,એમની સાથે ટાઇમ વિતાવવો સાથે રાખવા નહી કે એમણે એક બાજુ રાખી દેવા અને રાહ જોવડાવી. અત્યારે હું રણવીર સાથે સમય વિતાવી રહી છુ. એ એના સમર વેકેશન પર છે, એની પાગલપન્તી અને મસ્તી મને ઘણી મદદ કરે છે અને આજે અમે બન્ને એકબીજા પાસેથી તાકાત મેળવીએ છીએ.’

Instagram will load in the frontend.

કેન્સર ના ન્યુઝ મળ્યા બાદ લોકો સોનાલી બેન્દ્રે માટે પ્રાથના કરી રહ્યા છે. સોનાલી બેન્દ્રે એ કહ્યું છે કે એમની તાકાત એમનો પરિવાર અને દોસ્તો છે.