મુંબઇ
હિન્દી સિનેમાની સૌથી રોમેન્ટિક ફિલ્મ કહેવાતી ‘દિલેવાલે દુલ્હનિયા લે જાયેંગે’ દર્શકોની દિલમાં એક અલગ જ છાપ છોડી હતી. પણ તમે જાણીને આશ્ચર્ય થશે કે કાજોલની આ સુપર ડૂપર હીટ ફિલ્મ અત્યાર સુધી તેમના પતિ અજય દેવગણ ને જોઈ જ નથી.

થોડા દિવસ કાજોલે આ ફિલ્મ વિશે કહ્યું હતું કે જ્યારે DDLJ બની હતી. તે સમયે અમને ખબર નહોતી કે અમારી ફિલ્મ સારી છે કે ખરાબ છે. પ્રમાણિકપણે અમે ફક્ત આ ફિલ્મમાં જ કામ કર્યું હતું અને તેને રિલીઝ કરવામાં આવી હતી પરંતુ આ ફિલ્મની સફળતા એટલી મોટી હતી કે લોકોએ આ મૂવી પસંદ કરી અને તેઓ તેને બીજા સ્તર પર લઈ ગયા.

કાજોલને જયારે સવાલ કરવામાં આવે છે કે હજુ સુધી તેમના પતિ અજય દેવગણે આ ફિલ્મ કેમ જોઈ નથી. ત્યારે કાજોલે હસતા હસતા જવાબ આપ્યો કે હા આ જ એક ફિલ્મ છે જે અજયે હજુ સુધી જોઈ નથી. મે અજયને ઘણી વાર પૂછ્યું છે આ વિશે પણ મને હજુ સુધી આ સવાલનો કોઈ પણ સારી રીતે જવાબ મળ્યો નથી. 
કાજોલે કહ્યું કે આ વિશે અજયએ મને કહ્યું છે કે કોઈ ખાસ કારણ છે જેના માટે મે આ ફિલ્મ જોઈ નથી અને એ કારણ હું તને જણાવીશ નહીં. કાજોલે કહ્યું કે હું ઈચ્છું છું કે તેમે અજયને એ કારણ પૂછો અને તેમને જણાવે પછી તમે મને જણાવજો.
