Not Set/ મોમ માટે શ્રીદેવી બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ,વિનોદ ખન્નાને પણ મરણોત્તર સન્માન

દિલ્હી   65માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડની જાહેરાત કરી દેવામાં આવી છે અને આ એવોર્ડમાં હિન્દી ફિલ્મ તરીકે ન્યુટનને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે,જ્યારે આસામી ફિલ્મ વિલેજ રોકસ્ટાર ને બેસ્ટ ફિચર ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. બાહુબલી -2ને પણ બેસ્ટ પોપ્યુલર ફિલ્મ તરીકેનો એવોર્ડ મળ્યો છે. બેસ્ટ એક્ટ્રેસ તરીકે દિવંગત શ્રીદેવીને મોમ ફિલ્મ માટે સન્માનિત કરવામાં આવ્યાં હતાં.એવી […]

Entertainment

દિલ્હી  

65માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડની જાહેરાત કરી દેવામાં આવી છે અને આ એવોર્ડમાં હિન્દી ફિલ્મ તરીકે ન્યુટનને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે,જ્યારે આસામી ફિલ્મ વિલેજ રોકસ્ટાર ને બેસ્ટ ફિચર ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. બાહુબલી -2ને પણ બેસ્ટ પોપ્યુલર ફિલ્મ તરીકેનો એવોર્ડ મળ્યો છે.

બેસ્ટ એક્ટ્રેસ તરીકે દિવંગત શ્રીદેવીને મોમ ફિલ્મ માટે સન્માનિત કરવામાં આવ્યાં હતાં.એવી રીતે સ્વર્ગસ્થ વિનોદ ખન્નાને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે.

Image result for national film award 2018 india

આ 65મો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ છે જેમાં જાણીતા ફિલ્મમેકર શેખર કપૂર જ્યુરી પેનલના ચેરમેન હતા,જ્યુરીના હાજરીમાં આ પુરસ્કારો જાહેર કર્યા હતા.

ફિલ્મ ન્યુટન માટે પંકજ ત્રિપાઠીને સ્પેશલ મેન્શન કેટેગરી માટે એવોર્ડ મળ્યો છે.એવોર્ડની ખુશી જાહેર કરતા તેઓએ જણાવ્યું હતું કે આ એવોર્ડ માટે હું ઘણો ઉસ્તાહિત છું આ એવોર્ડ મેળવીને અમે એ વાતની ખુશી છે કે દેશભરમાં ફિલ્મ ન્યુટનમાં મારી ભૂમિકા પસંદ આવી.

ગાઝી ફિલ્મને બેસ્ટ તેલુગુ ફિલ્મ જાહેર કરવા પર એક્ટ્રેસ તપસી પન્નુંએ ખુશી જાહેર કરી અને તેની જણાવ્યું કે તેને આ ત્રીજી વાર રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે. મને એ વાતની ખુશી છે કે ગાઝીમાં મારા રોલને વધુ પસંદ કરવામાં આવ્યો.

જોઈએ કઈ કઈ ફિલ્મોને મળ્યો રાષ્ટ્રીય પુરસ્કાર  

બેસ્ટ એક્ટ્રેસ – શ્રીદેવી (મોમ) ને મળ્યો..

દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ – દિવંગત વિનોદ ખન્ના ને મળ્યો.

બેસ્ટ ફિચર ફિલ્મ : આસામી ફિલ્મ વિલેજ રોકસ્ટાર

બેસ્ટ હિન્દી ફિલ્મ એવોડ મળ્યો – ફિલ્મ ન્યુટનને મળ્યો.

બેસ્ટ મ્યુઝીક ડાયરેક્ટર – એ આર રહેમાન ને મળ્યો..

બેસ્ટ ડાયરેકશન – ભયાનકન (મલયાલમ ફિલ્મ)ને મળ્યો..

બેસ્ટ પોપ્યુલર ફિલ્મ – બાહુબલી- ધ કન્ક્લ્યુજનને મળ્યો.

 બેસ્ટ એક્શન ડાયરેકશન – અલી અબ્બાસ મોગલ (બાહુબલી- ધ કન્ક્લ્યુજન)ને મળ્યો.

બેસ્ટ સ્પેશિયલ ઇફેક્ટ્સ-  બાહુબલી- ધ કન્ક્લ્યુજનને મળ્યો.

સ્પેશ્યલ મેંશન એવોર્ડ – પંકજ ત્રિપાઠી (ન્યુટન)ને મળ્યો.

બેસ્ટ ફીમેલ પ્લેબેક સિંગર – શાશા તિરુપતિ (મલયાલમ)ને મળ્યો.

બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસ – દિવ્ય દત્તા ફિલ્મ (ઈરાદા) ને મળ્યો.

બેસ્ટ એક્ટર -રિદ્ધિ સેન (બંગાળી ફિલ્મ નગર કીર્તન) ને મળ્યો..

બેસ્ટ કોરિયોગ્રાફર – ગણેશ આચાર્ય (ટોયલેટ એક પ્રેમ કથા) ને મળ્યો..

બેસ્ટ ઉડિયા ફિલ્મ – Hello Arsi ને મળ્યો.

બેસ્ટ તેલુગુ ફિલ્મ – ગાઝી ને મળ્યો.

બેસ્ટ કન્નડ ફિલ્મ – Hebbettu Ramakka ને મળ્યો.

બેસ્ટ મરાઠી ફિલ્મ – કચ્ચા લીંબુ ને મળ્યો..

નરગિસ દત્ત એવોડ (ફીચર ફિલ્મ) ઢપ્પા (નિપુણ ધર્મા ધિકારી) ને મળ્યો..

બેસ્ટ ચાઈલ્ડ ફિલ્મ – મ્હોરક્યા ને મળ્યો..