ગોલ્ડ કોસ્ટ,
ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રમાઈ રહેલા ૨૧માં કોમનવેલ્થ ગેમ્સના ૯માં દિવસે ભારતને વધુ ત્રણ ગોલ્ડ મેડલ મળ્યા છે. કુસ્તીની ૬૫ કિલો ગ્રામ કેટેગરીમાં પહેલવાન બજરંગ પુનિયાએ વેલ્સના કેન ચેરિંગને હરાવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. પુનિયાએ વેલ્સના કેન ચેરિંગને એકતરફી મુકાબલમાં ૧૦-૦થી હરાવ્યો હતો.
A two minute bout was all that it took for @PuniaBajrang to take out #KaneCharig!
U-23 World Champion #BajrangPunia of #TeamIndia won his #GC2018Wrestling Men's Freestyle 65kg Gold Medal against Kane Charig of #TeamWales to bring home a Gold from #GC2018!#Congratulations Champ! pic.twitter.com/X4zPqAX0tg
— Team India (@WeAreTeamIndia) April 13, 2018
આ સાથે ભારતે કુસ્તીમાં ત્રીજો ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. આ પહેલા રાહુલ અવારે અને સુશીલ કુમારે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પુનિયાએ ૨૦૧૪ના ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
બજરંગ પુનિયા ઉપરાંત મહિલા કુસ્તીની ૫૭ KGની કેટેગરીમાં પૂજા ઢાંઢાએ સિલ્વર પોતાના નામે કર્યો હતો તેમજ કુસ્તીની ૬૮ KGની કેટેગરીમાંદિવ્યા કાકરાને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. જયારે પુરુષોની કુસ્તીની ૯૭ KGની કેટેગરીમાં પહેલવાન મૌસમ ખત્રીએ સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો.
આ પહેલા કોમનવેલ્થ ગેમ્સના ૯માં દિવસે ૧૫ વર્ષના અનીશે ગોલ્ડ પર નિશાન સાધ્યું હતું. પુરુષોની ૨૫ મીટર રેપિડ ફાયર રાઈફલની સ્પર્ધામાં રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
Indian shooters are on a roll at the ongoing #CWG and #TejaswiniSawant and #AnjumMoudgil further signalled India's dominance by winning gold and silver respectively in the finals of Women's 50m Rifle 3.
Read @ANI Story | https://t.co/rVCQtH2uny pic.twitter.com/tlUq3KGhkE
— ANI Digital (@ani_digital) April 13, 2018
અનીશે ભારતની જ ૧૬ વર્ષની શૂટર મનુ ભાકેરનો રેકોર્ડ તોડ્યો છે. આ પહેલા મનુ ભાકેરે આ જ સ્પર્ધામાં મહિલાઓની ૧૦ મીટર એર રાયફલમાં ગોલ્ડ જીત્યો હતો. પુરુષોની ૨૫ મીટર ફાયર રાઈફલમાં અનીશે ૩૦ અંક મેળવ્યા હતા. જયારે ઓસ્ટ્રેલિયાના સર્ગેઇ એવેલસ્કીને ૨૮ અંક સાથે સિલ્વર મેડલ અને ઈંગ્લેન્ડના સૈમ ગોવિને ૧૭ અંક સાથે બ્રોન્ઝમેડલ પ્રાપ્ત કર્યો હતો.
https://twitter.com/virendersehwag/status/984650306939183104
New post (Tejaswini Sawant wins silver for 50m Rifle Prone Women in CWG 2018.) has been published on Andhra Vs Telangana – https://t.co/zoP9d2oFhv pic.twitter.com/eB8QD7oJOH
— andhravstelangana (@andhratelangan) April 12, 2018
તેજસ્વિની સાવંતે દેશ માટે ૧૫મો ગોલ્ડમેડલ મેળવ્યો હતો. આ ગોલ્ડ મહિલાઓની ૫૦મીટર રાઈફલ પોઝીશન-3માં પ્રાપ્ત કર્યો હતો. આ સાથે સાવંતનો આ કોમનવેલ્થમાં બીજો મેડલ છે. આ પહેલા તેજસ્વિની સાવંતે મહિલાઓની ૫૦ મીટર રાઈફલ પ્રોન સ્પર્ધામાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. ફાઈનલમાં તેજસ્વિની સાવંતે કુલ ૪૫૭.૯ અંકો પ્રાપ્ત કર્યા હતા.

આ સાથે ભારતના ખાતામાં કુલ ૩૯ મેડલ આવ્યા છે. જેમાં ૧૭ ગોલ્ડ મેડલ, ૧૦ સિલ્વર અને ૧૨ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ સાથે કોમનવેલ્થ ગેમ્સના પોઈન્ટ ટેબલમાં ૧૭ મેડલ સાથે ત્રીજું સ્થાન હાંસલ કર્યું છે. ભારત કરતા ૬૪ મેડલ સાથે ઓસ્ટ્રેલિયા પહેલા સ્થાને અને ૨૯ મેડલ સાથે બીજા સ્થાને યથાવત છે.
