મુંબઈ,
શનિવારે સવારે ઘણા સેલેબ્સે સફાઇ કરવાનું કામ હાથમાં લીધું હતું. નોરા ફતેહીથી સુઝાન ખાન સહિતના ઘણા સ્ટાર્સે મુંબઈના મહીમ બીચ પર સફાઇ અભિયાન ચલાવ્યું હતું.
![]()
રિતિક રોશનની પૂર્વ પત્ની સુઝાન ખાન સફાઇ અભિયાનમાં જોડાઈ હતી. તે બીચ પર કચરો અને પ્લાસ્ટિક સાફ કરતી જોવા મળી હતી.
![]()
નોરા ફતેહી પણ જોડાઇ હતી. તેણે સાફ-સફાઈમાં ઘણી મદદ કરી હતી. આપને જણાવી દઈએ કે નોરા રેમો ડિસોઝાની ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3D માં નજર પડવાની છે.

ફિલ્મ પટાખાની અભિનેત્રી રાધિકા મદાને બીચની સફાઈ કરી હતી. રાધિકા ઇરફાન ખાનની આગામી ફિલ્મ અંગ્રેજી મીડિયમમાં જોવા મળશે. મૂવીમાં તે ઇરફાનની પુત્રીનો રોલ કરશે.

મર્દ કો દર્દ નહિ હોતા, અભિનેતા અભિમન્યુ દાસાણી પણ બીચ પર સફાઇ કરવામાં જોડાયા હતા.

ટીવી અભિનેત્રી પૂજા ગૌરે પણ આ અભિયાનમાં ભાગ લીધો હતો. તેઓએ કચરો અને પ્લાસ્ટિક ઉપાડ્યા હતા.

જણાવીએ કે મહીમ બીચ પરની સ્વચ્છતા અભિયાન Marathon Cleanup drive નો ભાગ છે. આમાં બોલીવુડ સેલેબ્સ મુંબઇના બીચની સફાઇ કરી રહ્યા છે. અને તેના વિશે જાગૃતિ ફેલાવી રહ્યા છે.

ડિરેક્ટર અભિષેક કપૂર તેની પત્ની પ્રજ્ઞા કપૂર અને બાળકો સાથે આ અભિયાનમાં ભાગ લીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
