Not Set/ આ સુપરહીટ ગુજરાતી ફિલ્મની રીમેક મલયાલમમાં બનશે

મુંબઇ, હિન્દી ફિલ્મોમાંથી તામિલ,કન્નડ કે તેલુગુ ભાષામાં બનતી ફિલ્મો વિશે તમે વાંચતા હશો પણ હવે એક ગુજારાતી ફિલ્મની રીમેક સાઉથની ભાષાની ફિલ્મમાં બનશે. 2015માં રીલીઝ થયેલી ગુજ્જુભાઈ ધ ગ્રેટ ફિલ્મની મલયાલમમાં રિમેક બનવાની છે. ફિલ્મના ડાયરેક્ટર ઈશાન રાંદેરિયાએ જણાવ્યું, કે અમે ફિલ્મના કોપીરાઈટ્સ મલયાલમ પ્રોડક્શન હાઉસને વેચી દીધા છે. તેમણે અમારી પાસે ફિલ્મના કોપીરાઈટ્સ માંગ્યા ત્યારે અમને […]

Uncategorized

મુંબઇ,

હિન્દી ફિલ્મોમાંથી તામિલ,કન્નડ કે તેલુગુ ભાષામાં બનતી ફિલ્મો વિશે તમે વાંચતા હશો પણ હવે એક ગુજારાતી ફિલ્મની રીમેક સાઉથની ભાષાની ફિલ્મમાં બનશે. 2015માં રીલીઝ થયેલી ગુજ્જુભાઈ ધ ગ્રેટ ફિલ્મની મલયાલમમાં રિમેક બનવાની છે. ફિલ્મના ડાયરેક્ટર ઈશાન રાંદેરિયાએ જણાવ્યું, કે અમે ફિલ્મના કોપીરાઈટ્સ મલયાલમ પ્રોડક્શન હાઉસને વેચી દીધા છે. તેમણે અમારી પાસે ફિલ્મના કોપીરાઈટ્સ માંગ્યા ત્યારે અમને પણ નવાઈ લાગી હતી. આ અમારા માટે ગૌરવની વાત છે.

ફિલ્મના કોપીરાઈટ ખરીદનારા પ્રોડ્યુસર ટીએમ રફીકે જણાવ્યું કે અમે અત્યારે પ્રિ-પ્રોડક્શન સ્ટેજ પર છીએ. આ ફિલ્મને શરૂ થતા હજુ થોડો સમય લાગશે.

ઇશાને વધુમાં જણાવ્યું કે એ જાણીને આનંદ થાય છે કે અમારા કામની બીજા રિજનલ સિનેમાના ફિલ્મમેકર્સ પણ નોંધ લે છે. સારી વાર્તામાં અનેક લોકોને રસ પડે છે, આથી જ સારુ કન્ટેન્ટ બનાવવુ જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતી સુપર હિટ ફિલ્મ શું થયુ કન્નડ ફિલ્મ નડુવુલા કોંજામ પક્કાથા કાનોમ પર આધારિત હતી. નટસમ્રાટ અને વેન્ટિલેટર મરાઠી ભાષાની ફિલ્મોની રિમેક હતી. શરતો લાગુ મરાઠી ફિલ્મ ચિ વા ચિ સૌ કા પર આધારિત છે.