“શિકાર તો સબ કરતે હૈ, લેકિન ટાઇગર સે બેહતર શિકાર કોઈ નહીં કરતા…” આ છે ફિલ્મ “ટાઇગર ઝિન્દા હૈ” નો ડાયલોગ. આ ડાયલોગને સાંભળીને એટલું સ્પષ્ટ થઈ જાય છે કે ટાઇગર એટલે કે સલમાન ખાન આ ફિલ્મ દ્વારા પોતાના ફેન્સ માટે શું લાવી રહ્યો છે. સલમાનના ફેન્સ ઘણા લાંબા સમયથી તેમની આ ફિલ્મના ટ્રેલરની રાહ જોઈ રહ્યા હતા અને તે આખરે બહાર આવી જ ગયું છે. આ ટ્રેલરમાં સલમાન ખાન જબરદસ્ત એક્શન દ્રશ્ય કરતા જોવા મળી રહ્યાં છે જ્યારે કેટરિના કૈફ ફરી એક વખત પાકિસ્તાની જાસૂસની ભૂમિકામાં જોવા મળે છે. તે પણ જબરજસ્ત સ્ટન્ટ્સ અને એક્શન દ્રશ્યો કરતી જોવા મળી રહી છે. માત્ર ટ્રેલરમાં જ સ્પષ્ટ છે કે આ ફિલ્મ સાચી ઘટનાઓ દ્વારા પ્રભાવિત છે જે બ્લોક બાસ્ટર પર પણ હિટ ફિલ્મ રહેશે.
“ટાઇગર ઝિન્દા હૈ” ના ટ્રેલરમાં જોવા મળે છે કે ઇરાકમાં દુનિયાનો સૌથી ખતરનાક આતંકવાદી સંગઠન 25 ભારતીય નર્સોનું અપહરણ કરીલે છે અને જયારે તેમને બચાવાની વાત આવે છે ત્યારે બધાને ટાઇગર યાદ આવે છે એટલે કે સલમાન ખાન. આ નર્સોની જિંદગી બચાવા માટે કેમ્પમાં ઘુસ્યા બાદ ટાઇગર પાસે ફક્ત 2 દિવસ હોય છે અને એજ બે દિવસોમાં આ ભારતીય જાસૂસ પોતાના કારનામા દેખાડીને તેનું પરિણામ લાવે છે. તેમાં પણ એ એકલો નથી જોવા મળતો પરંતુ તેનો સાથ આપે છે પાકિસ્તાની જાસૂસ ઝોયા એટલે કે કેટરીના કૈફ. ફિલ્મમાં ઍક્શન દ્રશ્યો અને ઊડતી ગાડીઓ જોઈને સલમાનના ફેન્સને ખુબ મજા પડશે એવું લાગી રહ્યું છે.
