મુંબઈ,
ટીવી દુનિયાથી બોલિવૂડમાં પગ મૂકવા જઈ રહેલી હિના ખાન આજે તેનો 32 મો જન્મદિવસ મનાવી રહી છે. હિનાનો જન્મ 2 ઓક્ટોબરના રોજ શ્રીનગરમાં થયો હતો. હિના ખાને તેની કારકિર્દીની શરૂઆત ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ થી કરી હતી. ટીવીની પ્રિય પુત્રવધૂ 7 વર્ષ સિરિયલમાં રહ્યા પછી બોલિવૂડમાં પગ મૂકવા જઈ રહી છે.ફિલ્મ ફેસ્ટિવલમાં હિના ખાનની ફિલ્મ લાઇન્સનું પોસ્ટર બહાર પાડવામાં આવ્યું હતું. હિના ખાન ટીવીથી કેન્સ સુધીની યાત્રા કરી ચુકી છે. હિના ખાનની એક બીજી પ્રતિભા પણ છે, જેણે પોતાની શૈલી અને અભિનયથી તમામ દિલ જીતી લીધાં.
હિના ખાન પણ અભિનય સાથે ખૂબ જ સારું ગીત ગાય છે. હિનાના ચાહકોએ તેને ઘણાં રિયાલિટી શોમાં ગાતા સાંભળી છે. બિગ બોસ હોય કે ખતરો કે ખિલાડી હિનાએ તેની ગાયકીથી પણ બધાનાં દિલ જીતી લીધાં છે. તો આ વખતે હિનાના જન્મદિવસ પર અમે તમને તેની અભિનય નહીં પરંતુ તેની સિંગિંગની પ્રતિભા વિશે જણાવીશું.
આપણ વાંચો :ટીવી એક્ટ્રેસ હિના ખાન ઇન્ડો-હોલીવુડ ફિલ્મમાં મળશે જોવા, જુઓ Photos
હિના ખાન સોશિયલ મીડિયા પર તેના કેટલાક વીડિયો શેર કરતી રહે છે, જેમાં તે પોતાના સુરીલા અવાજમાં ગીત ગાતી જોવા મળી રહી છે.
https://www.instagram.com/p/BzfRJ6cg4L9/?utm_source=ig_embed
https://www.instagram.com/p/Ba-3cNDBD5I/?utm_source=ig_embed
https://www.instagram.com/p/BZ0WZsShs3w/?utm_source=ig_embed
https://www.instagram.com/p/BieMrxchmJB/?utm_source=ig_embed
https://www.instagram.com/p/Bq1cvR5Azks/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again
એકતા કપૂરની સિરિયલ ‘કસૌટી જિંદગી કે’માં હિના ખાન કોમોલિકાનું નકારાત્મક પાત્ર ભજવતી જોવા મળી હતી. પરંતુ તેના બોલિવૂડ પ્રોજેક્ટને કારણે તેણે આ શો વચ્ચે જ છોડી દીધો હતો. હિના ખાન આજકાલ શોર્ટ ફિલ્મ વેબ સીરીઝના શૂટિંગમાં વ્યસ્ત છે.
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“Mantavya News” એપ્લિકેશન. Click https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
