Not Set/ વિરાટનો જબરોફેન આવ્યો સામે, શરીર પર બનાવ્યા વિરાટ ટેટૂ

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પોતાની સ્ટાઇલને લઇને પણ ઘણો જાણીતો છે. તેને ટેટૂ ખાસ પસંદ છે. કોહલીએ તેના શરીર પર 9 ટેટૂ બનાવડાવ્યા છે. આ પરથી કહી શકાય છે કે વિરાટને ટેટૂનો કેટલો શોખ છે. આવી જ રીતે તેના એક ફેનને પણ ટેટૂનો ઘણો શોખ છે. જે ટેટૂનાં મામલામાં વિરાટથી ઘણો આગળ છે. ભારતીય કેપ્ટન […]

Uncategorized

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પોતાની સ્ટાઇલને લઇને પણ ઘણો જાણીતો છે. તેને ટેટૂ ખાસ પસંદ છે. કોહલીએ તેના શરીર પર 9 ટેટૂ બનાવડાવ્યા છે. આ પરથી કહી શકાય છે કે વિરાટને ટેટૂનો કેટલો શોખ છે. આવી જ રીતે તેના એક ફેનને પણ ટેટૂનો ઘણો શોખ છે. જે ટેટૂનાં મામલામાં વિરાટથી ઘણો આગળ છે.

Image result for virat fan done most tattoo

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ટેટૂનો શોખીન છે. તેણે પોતાના શરીર પર કુલ 9 ટેટૂ બનાવડાવ્યા છે. તેનાથી કોઇ પણ અંદાજો લગાવી શકે છે કે તેને ટેટૂનો કેટલો શોખ છે. પરંતુ આ મામલે વિરાટનો એક ફેન એક ડગલુ આગળ છે. વિશાખાપટ્ટનમમાં, વિરાટ કોહલી તેના એક ફેનને મળ્યો. જેનુ નામ પિન્ટુરાજ બેહરા બતાવવામાં આવ્યુ છે. કોહલીનાં આ ફેને તેના શરીર પર 10 થી 15 ટેટૂ બનાવી રાખ્યા છે. અહી નવાઇની વાત એ છે કે પિન્ટુરાજે વિરાટનાં ફોટો, તેના રેકોર્ડ્સ, કોચ રાજકુમાર શર્માની ફોટો અને સચિન તેંડુલકરની ફોટોનાં ટેટૂ બનાવી રાખ્યા છે.

Image result for virat fan done most tattoo

વિરાટ કોહલી તેના ફેનને મળ્યો અને તેને ગળે પણ લગાવ્યો. કોહલી અને તેના ફેનની ફોટો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે. કોહલીનાં આ ફેને પોતાની પીઠ પર વિરાટની જર્સી નંબર 18 પણ બનાવી રાખ્યુ છે. વિરાટ કોહલીનાં ફોટો સિવાય તેણે તેના શરીર પર બીસીસીઆઈનો ઓફિશિયલ લોગો પણ કરાવ્યો છે. આ લોગો અને તેની નીચેનો નંબર 269 તે જ છે જે વિરાટ કોહલી પહેરે છે.

પિન્ટુરાજ બેહરાના શરીર ઉપર પાકિસ્તાન સામેની કોહલીની અડધી સદી બનાવ્યા બાદ સચિનની રિસ્પેક્ટવાળો, કોચ રાજકુમાર શર્મા, અનુષ્કા શર્માને ફ્લાઇગ કિસ કરતી વેળાનો ટેટૂ છે. આ સિવાય વિરાટે તેના શરીર પર અર્જુન એવોર્ડ, ખેલ રત્ન એવોર્ડની ફોટો પણ બનાવડાવી છે. આ ફેને વિરાટ કોહલીની અંડર 19 વર્લ્ડ કપ જીતવાની સિદ્ધિ તેમજ 2013 માં અર્જુન એવોર્ડ અને 2017 માં પદ્મશ્રી એવોર્ડની ઉપલબ્ધીઓને પણ જગ્યા આપી છે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click 

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.