Not Set/ ભાવનગરમાં શૂટિંગ દરમ્યાન વિકી કૌશલને ગંભીર ઇજા,લોકલ તબીબે કર્યું ઓપરેશન

ભાવનગર, જાણીતો એકટર વિકી કૌશલ હાલ ભાવનગરમાં શૂટિંગ કરી રહ્યો છે અને તેને ગંભીર અકસ્માત નડ્યો છે.ભાવનગરના અલંગમાં શૂટિંગ કરી રહેલ વિકી કૌશલ પર દરવાજો પડતા તેના ગાલનું હાડકું ભાંગી ગયું હતું.ગાલનું હાડકું ભાંગતા વિકીને ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ઇમરજન્સીમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું ઓપરેશન થયું હતું.ઓપરેશનના કારણે વિકીને ગાલ પર 13 ટાંકા પણ […]

Uncategorized
jaj 9 ભાવનગરમાં શૂટિંગ દરમ્યાન વિકી કૌશલને ગંભીર ઇજા,લોકલ તબીબે કર્યું ઓપરેશન

ભાવનગર,

જાણીતો એકટર વિકી કૌશલ હાલ ભાવનગરમાં શૂટિંગ કરી રહ્યો છે અને તેને ગંભીર અકસ્માત નડ્યો છે.ભાવનગરના અલંગમાં શૂટિંગ કરી રહેલ વિકી કૌશલ પર દરવાજો પડતા તેના ગાલનું હાડકું ભાંગી ગયું હતું.ગાલનું હાડકું ભાંગતા વિકીને ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ઇમરજન્સીમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું ઓપરેશન થયું હતું.ઓપરેશનના કારણે વિકીને ગાલ પર 13 ટાંકા પણ આવ્યા હતા.

આ અકસ્માતની માહિતી ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે તેના ટ્વિટર પર આપી હતી.વિકી ગુજરાતના અલંગમાં છેલ્લા 5 દિવસથી ડાયરેકટર ભાનુ પ્રતાપની હોરર ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. વિકી કૌશલ જહાજમાં એક એક્શન સીનનું શૂટિંગ કરી રહ્યો હતો. તેમાં એણે દોડીને દરવાજો ખોલવાનો હતો. પરંતુ, દરવાજો તેની ઉપર પડ્યો અને તેને ગંભીર ઇજા થઇ.

વિકીને તરત જ લોકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.વિકિને ભાવનગરના તબીબ ડૉક્ટર કેતન પટેલને ત્યાં ખસેડવામાં આવ્યો હતો. તેમણે વિકીને ઈમર્જન્સી સારવાર આપી હતી.

સારવાર બાદ વિકી મુંબઇ જવા રવાના થયો હતો.ફિલ્મમાં વિકીની સાથે ભૂમિ પેડનેકર પણ લીડ રોલમાં છે