Not Set/ પીએમ મોદીની બાયોપિકનું શૂટિંગ કરી રહેલો વિવેક ઓબેરોય થયો ઇજાગ્રસ્ત

મુંબઇ, પ્રધાનમંત્રી મોદીના જીવન પર બન રહેલી ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે ત્યારે ફિલ્મમાં જમ્મુ-કાશ્મીરના લાલ ચોકનો કૃત્રિમ સેટ બનાવીને   શૂટિંગ કરવામાં આવી રહ્યું હતું.  તે વખેત બરફના પત્થર નીચે હાથ આવી જતા વિવેક ઓબેરોયને પગમાં ઇજા થઈ હતી. અને વિવેકના પગમાંથી ઘણું લોહી વહેવા લાગ્યું હતું.  ત્યાર બાદ શૂટિંગના સ્થળે જ ડોક્ટરની ટીમ બોલાવવામાં […]

Uncategorized
eep 20 પીએમ મોદીની બાયોપિકનું શૂટિંગ કરી રહેલો વિવેક ઓબેરોય થયો ઇજાગ્રસ્ત

મુંબઇ,

પ્રધાનમંત્રી મોદીના જીવન પર બન રહેલી ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે ત્યારે ફિલ્મમાં જમ્મુ-કાશ્મીરના લાલ ચોકનો કૃત્રિમ સેટ બનાવીને   શૂટિંગ કરવામાં આવી રહ્યું હતું.  તે વખેત બરફના પત્થર નીચે હાથ આવી જતા વિવેક ઓબેરોયને પગમાં ઇજા થઈ હતી. અને વિવેકના પગમાંથી ઘણું લોહી વહેવા લાગ્યું હતું.  ત્યાર બાદ શૂટિંગના સ્થળે જ ડોક્ટરની ટીમ બોલાવવામાં આવી હતી. જેમણે ડ્રેસિંગ તથા અન્ય સારવાર કરી હતી.

પ્રધાનમંત્રી મોદી પરન ફિલ્મમાં મોદીના અંગત જીવનથી માંડીને રાજકી. સફરને દર્શાવવામાં આવશે. ફિલ્મ ઓમંગ કુમારના નિર્દેશનમાં બની રહી છે નોંધનીય છે કે ઓમંગ કુમાર પહેલા સરબજીત અને મેરી કોમ ફિલ્મ બનાવી ચૂકયા છે.  આ બંને ફિલ્મને બોક્સઓફિસ પર હકારાત્મક પ્રતિભાવ મળ્યો હતો અને ફિલ્મ દર્શકોને પણ પસંદ આવી હતી.

પ્રધાનમંત્રી મોદીની બાયોપિકમાં મનોજ જોષી, બોમન  ઇરાની,  ઝરીન વહાબ, પ્રશાંત નારાયણન, બરખા બિસ્ટ, અંજન શ્રીવાસ્તવ જેવા કલાકારો પણ કામ કરી રહ્યા છે.