જોધપુર,
બહુચર્ચિત કાળીયાર હરણને મારવાના કેસમાં અભિનેતા સલમાન ખાનને કોર્ટે દોષિત જાહેર કર્યો હતો. જોધપુર કોર્ટ દ્રારા સલમાન ખાનને 5 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. આ કેસ જોધપુરની ચીફ મેટ્રોપોલિટન મેજીસ્ટેટ કોર્ટમાં 1998 થી ચાલી રહ્યો છે. આજે ગુરુવારના રોજ ન્યાયિક મેજિસ્ટ્રેટ દેવકુમાર ખત્રીએ આ ચુકાદો આપ્યો છે અને સજા ફટકારી છે.આ સજા પછી સલમાનને જેલમાં લઇ જવામાં આવ્યો છે.
બીજી તરફ સલમાન ખાનના વકીલે સેશન કોર્ટમાં જામીન માટે અરજી કરી છે, જેના પર શુક્રવારે સુનાવણી કરવામાં આવશે.આ સુનવણી પછી સલમાનને જો જામીન મળશે તો તેનો જેલનો છુટકારો ઝડપથી થશે.જો કે સેશન કોર્ટમાં જેટલા દિવસ સલમાનની જામીન અરજીની સુનવણી ચાલશે તેટલો સમય સલમાને જેલમાં રહેવું પડશે.
CRPC માં નિયમ છે કે જો સજાની અવધી ત્રણ વર્ષથી વધારે હોય તો સેશન કોર્ટ પાસે જ જામીન આપવાની સત્તા છે.
સલમાનને જેલ જવું પડ્યું તેની બીજુ કારણ એ પણ છે કે ચીફ મેટ્રોપોલીટીન મેજીસ્ટ્રેટ દ્રારા ચુકાદા પર સ્ટે આપવામાં નહોતો આવ્યો. આ સ્ટે નહીં મળવાને કારણે સલમાનને જામીન માટે સેશન કોર્ટમાં જવું પડશે.. જોધપુરની સ્થાનીય કોર્ટ દ્વારા સજા સંભળાવવા બાદ પોલીસે સલમાનની ધરપકડ કરી છે. તેમને જોધપુરની સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યા છે. માટે એટલું નક્કી છે કે તેમને આ રાત જેલમાં જ વિતાવવી પડશે.
સલમાનને જોધપુરની મેજીસ્ટ્રેટ કોર્ટ દ્રારા જે સજા આપવામાં આવી છે તેને હવે રાજસ્થાનની હાઇકોર્ટમાં પડકારવામાં આવશે.બીજી તરફ સલમાનની સજા વધારવા માટે પણ બિશ્નોઇ સમાજ તરફથી ઉપલી અદાલતમાં અપીલ કરવામાં આવશે.
