Not Set/ ‘ડોન 3’માં શાહરૂખ ખાનની જગ્યાએ હશે રણબીર કપૂર?

મુંબઇ, શાહરુખ ખાનની પાછલી કેટલીક ફિલ્મોમાં બોક્સ ઑફિસ પર ખુબ જ ખરાબ રીતે નિષ્ફળ રહી છે. ફેન, જબ હેરી મેટ સેજલ અને ઝીરો તો 100 કરોડ કરોડનું કલેક્શન પણ કરી શકી નથી. સૂત્રોના જણાવ્યા મુજબ આ જોઈને ફિલ્મ ‘ડોન’ના મેકર્સે શાહરૂખની જગ્યાએ રણબીર કપૂરને ‘ડોન 3’ ની ઓફર આપી છે. 2006 માં શાહરૂખને લઈને ફરહાન […]

Uncategorized

મુંબઇ,

શાહરુખ ખાનની પાછલી કેટલીક ફિલ્મોમાં બોક્સ ઑફિસ પર ખુબ જ ખરાબ રીતે નિષ્ફળ રહી છે. ફેન, જબ હેરી મેટ સેજલ અને ઝીરો તો 100 કરોડ કરોડનું કલેક્શન પણ કરી શકી નથી. સૂત્રોના જણાવ્યા મુજબ આ જોઈને ફિલ્મ ‘ડોન’ના મેકર્સે શાહરૂખની જગ્યાએ રણબીર કપૂરને ‘ડોન 3’ ની ઓફર આપી છે.

Related image

2006 માં શાહરૂખને લઈને ફરહાન અખ્તરે ડોન બનવી હતી. જે અમિતાભ બચ્ચન અભિનિત ‘ડોન’ની રીમેક હતી. આ ફિલ્મની સફળતા પછી 2011 માં ડોન 2 બનાવી. આ ફિલ્મના એન્ડમાં ડોન 3 ની ઝલક બતાવામાં આવી હતી. આઠ વર્ષ થવા આવ્યા, પરંતુ ડોન 3 ની માત્ર ચર્ચા જ સાંભળવા મળી રહી છે. અત્યાર સુધી કોઈ પણ પુષ્ટિ તેના મેકર્સ તરફથી કરવામાં આવી નથી.

Image result for ,Ranbir Kapoor Shah Rukh Khan

શાહરૂખ ખાનનો ખરાબ સમય..

હાલ શાહરૂખ ખાન ખરાબ સમયથી પસાર થઇ રહ્યા છે. તેમને એ સમજ નથી આવી રહ્યું કે તેઓ કેવી ફિલ્મો કરે. ‘સારે જહાં સે અચ્છા’ જેવી ફિલ્મ માટે તેઓએ કોઈ જવાબ આપ્યો નથી, તેથી આ ફિલ્મ અટકી ગઈ છે. ‘ડોન 3’ને ફરહાન અખ્તર ચોક્કસપણે બનાવશે, પરંતુ હમણાં તેઓ સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે. ‘ડોન 3’ને તેઓ ભવ્ય બજેટ સાથે બનવાનું આયોજન કરી રહ્યા છે. શાહરુખનું માર્કેટ નરમ ચાલી રહ્યું છે અને રણબીર કપૂરનું ગરમ. ‘ડોન 3’ કોણ બનાવશે તે તો હવે આવનારા દિવસોમાં ખબર પડશે.

Related image