ચેન્નાઇ
બોલીવુડની સુપર સ્ટાર શ્રીદેવી હવે આપણી વચ્ચે નથી રહ્યાં પરંતુ તેમની ફિલ્મો દ્રારા તે હંમેશા તે આપણી વચ્ચે રહેશે. તમને જણાવી દઈએ કે, શ્રીદેવીનું ૨૪ ફેબ્રુઆરીની રાત્રીના સમયે દુબઈની એક હોટલમાં નિધન થયું હતું અને ૨૭ ફેબ્રુઆરીના રોજ તેમના પાર્થિવ શરીરને મુંબઈમાં લાવવામાં આવ્યો હતો અને 28 ફેબ્રુઆરીના દિવસે તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.
આજે એટલે કે ૩ માર્ચના દિવસે શ્રીદેવીની અસ્થિઓને રામેશ્વરમના સમુદ્રમાં વિસર્જિત કરવામાં આવશે. શ્રીદેવીના પતિ બોની કપુર અસ્થિઓને વિસર્જિત કરવામાં એકલા જ ખાનગી પ્લેનમાં રામેશ્વરમ પહોંચ્યા હતા.
શ્રીદેવીના અસ્થિઓનું વિસર્જન સંપુર્ણ શાસ્ત્રોક્ત વિધી સાથે કરવામાં આવશે.
મળતી માહિતી, મુજબ અર્જુન કપૂર બોની કપૂર સાથે નથી આવ્યા.
મહત્વનું છે કે શ્રીદેવી સાથે અર્જુન કપૂરના સબંધ સારા ન હોવા છતાં પણ શ્રીદેવીના નિધન સમય અર્જુને જે રીતે પરિવારને સાથ આપ્યો તે મહત્વનું કહી શકાય
