ગત વર્ષે 5 સપ્ટેમ્બરે બેંગ્લુર સ્થિત પત્રકાર ગૌરી લંકેશની સાંજના સમયે પિસ્તોલથી ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. વરિષ્ઠ પત્રકાર અને સમાજસેવી ગૌરી લંકેશ હત્યાકાંડ મામલામાં SITને એક મોટી સફળતા મળી છે. જેમાં 37 વર્ષીય કેટી નવીનકુમારની ધરપકડ કરી છે. નોંધનીય છે કે, ગૌરીના હત્યારાને પાંચ મહિના પછી પકડવામાં આવ્યો છે. ગૌરીની હત્યા મામલે આ પહેલી ધરપકડ છે.
હિંદુ યુવા સેનાનો સ્થાપક કેટી નવીન કુમાર સાઉથ કર્ણાટકના માંડ્યા જીલ્લાનો રહેવાસી છે.
જાંચ એજન્સીએ કોર્ટને જાણકારી આપી છે કે, આરોપી નવીન કુમાર 18 ફેબ્રુઆરી ૨૦૧૮ ના રોજ બેંગલુર પોલીસ ધ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. ગેરકાયદેસર હથિયારને પાસે રાખવામાં તેની પહેલા પણ ધરપકડ કરવામાં આવી હતી. નવીન કુમારને સામે ત્યારે શંકા પેદા થઈ જયારે કેટલાક આરોપી વેપારીઓના મિત્રોની પુછપરછ કરવામાં આવી જેમાં એવી ખબર પડી કે ગૌરી લંકેશ હત્યાકાંડમાં આરોપી નવીન કુમારની મોટી ભૂમિકા હોઈ શકે.
નવીન કુમાર સાથે જયારે ઉલટ પુછપરછ કરવામાં આવી ત્યારે તેને કબુલાત કરી પછી તેના બયાનની કોપી કોર્ટમાં જમા કરવામાં આવી છે. જેમાં પોલીસે આરોપી નવીન કુમારને કસ્ટડીમાં રાખવા માટેની ગુજારીશ કરી છે.
પોલીસનું માનવું છે કે, આરોપી નવીન કુમાર ગૌરી લંકેશ હત્યાકાંડમાં ખુબ જ મહત્વની જાણકારીઓ આપી શકે તેમ છે. જેના માટે કોર્ટે આરોપી નવીન કુમારને કોર્ટે પોલીસ કસ્ટડીમાં રાખવા માટે 8 દિવસનો વધારો કરી દીધો છે. 5 સપ્ટેમ્બર 2017માં પત્રકાર ગૌરી લંકેશની હત્યા તેના ઘરની બહાર કરવામાં આવી હતી.
