નવી દિલ્હી
ફાઈટર પ્લેન રાફેલની ડીલ અંગેના વિવાદિત મામલાની તપાસ માટે કરવામાં આવેલી તમામ પીટીશન સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવવામાં આવી ચૂકી છે, ત્યારબાદ હવે કોંગ્રેસ પાર્ટી આક્રમક મૂળમાં જોવા મળી રહી છે.

રાફેલ ડીલ અંગે હવે વિપક્ષી પાર્ટી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને PACના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, “હું પબ્લિક એકાઉન્ટ કમિટી (PAC)ના તમામ સભ્યોને અનુરોધ કરી શકે છે કે એટોર્ની જનરલ અને CAGને આ વાત પૂછવા માટે કહે કે, રાફેલના કરાર અંગે CAGની રિપોર્ટ સંસદમાં ક્યારે રજૂ કરવામાં આવી છે”.
JPC કરી શકે છે તપાસ
આ ઉપરાંત મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું, “સરકાર દ્વારા રાફેલ ડીલ પર CAGની રિપોર્ટ અંગે ખોટા તથ્યો રજૂ કરીને સુપ્રીમ કોર્ટને ગુમરાહ કરવાનું કામ કર્યું છે, જેથી તેઓએ માંફી માંગવી જોઈએ. અમે દેશની સર્વોચ્ચ અદાલતનું સન્માન કરીએ છીએ, પરંતુ તે તપાસ એજન્સી નથી. માત્ર JPC દ્વારા જ આ વિવાદિત ડીલની તપાસ થઇ શકે છે”.

આ પહેલા પણ કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓ દ્વારા JPC (જોઈન્ટ પાર્લામેન્ટ્રી કમિટી) પાસે તપાસ કરાવવા માટે માંગ ઉઠાવી છે.
કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે, “કોંગ્રેસ પાર્ટી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, રાફેલ ડીલ જેવા સંવેદનશીલ રક્ષા કરાર પર સુપ્રીમ કોર્ટની સુનાવણી યોગ્ય મંચ નથી”.
તેઓએ વધુમાં કહ્યું, “રાફેલ ડીલની કિંમત, પ્રક્રિયા, ગેરેન્ટી અને ભ્રષ્ટાચારના મામલાઓમાં આર્ટિકલ ૧૩૬ અને ૩૨ હેઠળ નિર્ણય કરવામાં આવતો નથી. માત્ર JPC જ રાફેલ ડીલમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરી શકે છે”.
